Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ગાંધીનગરમાં સે-29માં મામાના ઘરને નિશાન બનાવી ભાણેજે હાથ સાફ કર્યો: તિજોરીમાંથી 55 તોલાના દાગીનાની ઉઠાંતરી: પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેરના સે-ર૯માં રહેતો પરિવાર તેમના સગાને એરપોર્ટ ઉપર લેવા માટે ગયો હતો આ દરમ્યાન પેથાપુરમાં રહેતાં ત્રણ ભાણેજોએ જ ઘરમાં આવીને તિજોરીમાંથી ૧૬.૫૧ લાખની કિંમતના પપ તોલા સોનાના દાગીના ચોરી લીધા હોવાનું બહાર આવ્યું છે. આ સંદર્ભે સે-ર૧ પોલીસ મથકમાં ચાર વ્યક્તિઓ સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટના બની ત્યારે આ ભાણેજની માતા પણ આ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ ગઈ હતી અને તેની સંડોવણી પણ આ ચોરીમાં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.   

ગાંધીનગર શહેરમાં વધતી જતી ઘરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે શહેરના સે-ર૯માં સગા દ્વારા જ પપ તોલા દાગીના ચોરાયા હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી છે. આ ઘટના અંગે સે-ર૧ પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સે-ર૯ પ્લોટ નં.પ૪૮/૧ ખાતે રહેતાં ચાંદમીયા ઈમામભાઈ શેખ ગત તા.પ સપ્ટેમ્બરના રોજ તેમના નાના ભાઈ મકકા મદીનાથી પરત ફરતાં હોવાથી પરિવારના અન્ય સભ્યો સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે ગયા હતા.

(6:04 pm IST)