Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

મહી સાગરમાં અનરાધાર મેઘમહેરના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ: કડાણા ડેમમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું: સ્થાનિકોએ રાહતના શ્વાસ લીધા

આણંદ: શહેરમાં છેલ્લા સપ્તાહ દરમ્યાન સમગ્ર રાજ્યમાં થયેલ અનરાધાર મેઘમહેરને પગલે ઠેરઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી. મધ્યપ્રદેશ તેમજ પંચમહાલમાં પણ ધોધમાર વરસાદ સતત ત્રણ દિવસ સુધી અનરાધાર વરસતાં કડાણા ડેમમાંથી ૭ લાખ ક્યુસેક પાણી વણાંકબોરી ડેમમાં છોડવામાં આવ્યું હતું. 

જ્યારે વણાકબોરી ડેમની સપાટી પણ ભયજનક સ્થિતિ ઉપર પહોંચતા વણાકબોરીમાંથી મહિસાગરમાં છોડવામાં આવતાં મહિસાગરની જળસપાટી પણ ઐતિહાસિક સપાટી ઉપર પહોંચતાં કાંઠાગામના અનેક ગામડાંઓમાં મહિસાગરના પાણી ઘુસી જતાં સેંકડો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે રાત્રિ દરમ્યાન ધીરે ધીરે પાણી ઓસરી જતાં પરિસ્થિતિ સામાન્ય થઈ જવા પામી હોવાનું સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

(6:03 pm IST)