Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

અમદાવાદ: હોમસર્વિસ આપવાના બહાને ઘરમાં ઘુસી ગ્રાહકની એકલતાનો લાભ લઇ પાંચ શખ્સોએ એટીએમની તફડંચી કરી: 50 હજારની ઉચાપત: નજીકના વિસ્તારમાંથી પોલીસે પાંચે ઠગને રંગેહાથે ઝડપ્યા

અમદાવાદ: શહેરમાં હોમોસેક્સ્યુઅલ સર્વિસ આપવાને બહાને ઘરમાં ઘુસીને લૂંટ ચલાવતી આંતરરાજ્ય ટોળકીના પાંચ શખ્સોની પોલીસે દિલ્હીથી ધરપકડ કરી હતી. આરોપીઓ અમદાવાદ, વડોદરા તથા અન્ય રાજ્યોમાં ગ્રાહકોને સર્વિસ આપવા જઈને ગ્રાહકની એકલતાનો લાભ લઈને લૂંટ ચલાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

વસ્ત્રાપુરમાં ૨૬ ઓગસ્ટના રોજ રાત્રે એક રહેવાસીના ઘરમાં ચાર અજાણ્યા શખ્સોએ ઘુસીને તિજોરીમાંથી રોકડ રકમ, ઘડિયાળો અને એટીએમ કાર્ડની લૂંટ ચલાવી હતી. તેમણે બાદમાં એટીએમનો પાસવર્ડ મેળવીને રૃ.૫૦,૦૦૦ ઉપાડી લીધા હતા. આ અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા આ બનાવ બાદ આરોપીઓ અમદાવાદની રોયલ પેલેસ હોટેલમાં રોકાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. અહીંથી વધુ માહિતી મેળવીને પોલીસે દિલ્હીના નોઈડા સેક્ટર-૩૫ નજીકના વિસ્તારમાંથી પાંચ આરોપીને ઝડપી લીધા હતા.

(6:02 pm IST)