Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

હેલ્મેટ સહિત નવા ટ્રાફિકના નિયમ સામે કોંગ્રેસ દ્વારા આંદોલનના મંડાણઃ મિસ કોલ ઝુંબેશ

અમદાવાદ :ગુજરાત કોગ્રેસ આજથી અમલમાં આવેલા ટ્રાફીકના નવા નિયમોનો વિરોધ કરશે. આ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક નંબર પણ જાહેર કરાયો છે. ટ્રાફિકના નવા નિયમો ના અમલ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ટ્રાફિક નિયમન થાય, અકસ્માત ઘટે એ માટે કાયદા હોવા આવકાર્ય અને અનિવાર્ય છે. પણ કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા આગોતરા આયોજન વિના નવી જોગવાઈ કરી પોલીસને પ્રજાને લૂંટવાનો પરવાનો આપ્યો છે. પ્રજાને PUC, RTOમાં મહિનાઓ સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે અને RTOમાં પૂરતો સ્ટાફ પણ નથી.

મીડિયા સાથેની વાતચીતમાં અમિત ચાવડાએ જણાવ્યું કે, HSRP માટે વારંવાર મુદત વધારવામાં આવી છતાં લાખો વાહનોમાં HSRP નથી લગાવાતી. સરકારે કાયદો થોપી બેસાડવાનો પ્રયાસ કર્યો. આજે અનેક લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. લોકોના વિરોધને વાચા મળે તે માટે કોંગ્રેસ દ્વારા મિસ કોલ ઝુંબેશ શરૂ કરાઈ છે. ૦૭૯૪૧૦૫૦૭૭૪ નંબર પર મિસ કોલ કરી લોકો વિરોધ નોંધાવી શકે છે. આગામી દિવસોમાં લોકોના વિરોધને વાચા આપવાનું કામ કોંગ્રેસનો કાર્યકરો કરશે. સરકારે દંડની રકમમાં 400થી 900 ટકાનો વધારો કર્યો છે. પરંતુ રોડ પર ખાડા, ભુવા અને ખરાબ રસ્તાઓ સામે સરકારે શું કાર્યવાહી કરી છે. 3 વર્ષના બાળકને ટ્રિપલ સવારી ગણવામાં આવે છે અમે તેનો વિરોધ કરીશું.

તેમણે કહ્યું કે, દારૂ બંધ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. રસ્તામાં રખડતા ઢોરોને દૂર કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. ઉતાવળા અને આયોજન વગર અમલ કરવાના નિર્ણય સામે વિરોધ મિસ કોલ કરનારનું રજિસ્ટ્રેશન થશે. તેમનો સંપર્ક કરવામાં આવશે, તેઓ કયા મુદ્દે વિરોધ કરે છે તે જાણવામાં આવશે. કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કાયદાનો ભંગ થતો હશે તેનો પણ વિરોધ કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં હેલ્મેટમાંથી મુક્તિ મળવી જોઈએ. શહેરમાં એટલી સ્પીડ નથી હોતી. શહેરમાં અકસ્માત ઓછા થાય છે. સ્થાનિક વિસ્તારોમાં હેલ્મેટના નામે હેરેસમેન્ટ યોગ્ય નથી. દંડ કે કાયદાથી અમલ કરવાને બદલે લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ.

(5:43 pm IST)
  • ઝારખંડના વિપક્ષી નેતા હેમંત સોરેને મુખ્યમંત્રી રઘુવરદાસને ફટકારી લીગલ નોટિસ : પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાના પર ભ્રષ્ટ્રાચારના આરોપ મામલે સીએમને નોટીસ ફટકારી આરોપ પાછા ખેંચવા માંગ કરી : હેમન્ત સોરેને કહ્યું કે મને બદનામ કરવા 500 કરોડની સંપત્તિ ખરીદયાનો કરાય છે આક્ષેપ : સાત દિવસમાં માફી માંગે અથવા કાનૂની કાર્યવાહીની ચીમકી આપી access_time 12:53 am IST

  • નાણામંત્રી હજુ ચોથો બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા : અર્થતંત્રને દોડતું કરવા નાણામંત્રી સીતારામન વધુ એક બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા છેઃ પ્રસ્તાવને મંજૂરીની જોવાતી રાહઃ આ રાહત લીકવીડીટી વધારવા તથા નિવેશમાં વેગ લાવવા માટે હશેઃ ઓટો સેકટરમાં સ્ક્રેપેજ સ્કીમ પણ લવાશે access_time 4:23 pm IST

  • સોની બજાર વિસ્તારમાં નવા રાક્ષસી ટ્રાફીક કાનુનના વિરોધમાં : ૧૫-૨૦ લોકો બંધ પળાવવા નિકળી પડયાઃ ૨-૪ દુકાનો બંધ થઇ ત્યાં ટોળું વિખેરાઇ ગયું: સ્થિતિ શાંતી પૂર્ણ access_time 12:24 pm IST