Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. ૧૨ ની ક્રમિક વર્ગ દરખાસ્ત સ્વીકારો

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર પાઠવતા કોરાટ

રાજકોટ તા ૧૬  : ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ધો. ૧૨ની ક્રમિક વર્ગની દરખાસ્ત સ્વીકારવા શિક્ષણ બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજુઆત કરેલ છે.

પ્રિયવદન કોરાટે જણાવ્યું કે ગત વર્ષે જુન-૨૦૧૮ માં ધોરણ ૧૧ ની મંજુરી મળી હોય, તેવી રાજય શાળાઓમાં ધોરણ-૧૨ ની મંજુઁરી માટેની દરખાસ્ત સ્વીકારવાની જાહેરાત હજુ આવેલ નથી, એટલે આવી શાળાઓ ધોરણ ૧૨ મંજુરી વગર ચાલે છે, જયારે જુન-૨૦૧૭માં મંજુર થયેલ ધોરણ-૧૧ની શાળા પૈકી ૧૦૦ જેટલી શાળાઓ ધોરણ-૧૨ ની મંજુરી વગર બે વર્ષથી ચાલે છે.

આ શાળાઓમાં ગત વર્ષે ધોરણ ૧૨ ની મંજુરી વગર ૧૦૦ જેટલી શાળાઓની ખાસ કેસમાં વિદ્યાર્થીઓના શીક્ષણના હિતમાં શિક્ષણ બોર્ડ ધોરણ ૧૨ પરીક્ષા લીધી હતી. આ ૧૦૦ જેટલી શાળાઓ જુન-૧૯ માં મંજુર થયેલ ધોરણ-૧૧ વાળી શાળાઓ ધોરણ-૧૨ની ક્રમિક વર્ગની દરખાસ્ત માટેની જાહરાત નહીં આવવાને કરાણે ધોરણ ૧૨ની મંજુરી વગર શાળાઓ ચાલે છે, આ શાળાઓના ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓનું ભાવી બગડે તેમ હોય, આથી જુન ૨૦૧૮થી ધોરણ-૧૨ ગ્રાન્ટેડ વર્ગ શરૂ કરવાની જાહેરાત ગુજરાત રાજયના વિદ્યાર્થીઓના શિક્ષણના વિશાળ હિતમાં આપી દરખાસ્તો સ્વીકારી ધોરણ૧૨ ના ક્રમિક વર્ગો મંજુર કરવા શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે માંગ કરી છે.

(4:45 pm IST)