Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

મોટર વ્હીકલ એકટ લાગુ કર્યાના પહેલા જ દિવસે વડોદરામાં પોલીસ કર્મચારીઓ પકડાયાઃ ડબલ દંડ ફટકારાયો

પોલીસ કર્મચારીઓ સામે પણ લાલ આંખ

વડોદરા, તા.૧૬: આજથી RTOના નવા નિયમ રાજયભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે. ત્યારે આ દંડમાં પોલીસ અધિકારીઓને પણ સામેલ કરાયા છે. રાજયમાં નવો મોટર વ્હીકલ એકટ લાગુ થતાં જ વડોદરા ટ્રાફીક પોલીસે સામાન્ય લોકોની સાથે સાથે પોલીસ જવાનો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં ટ્રાફિક એસીપી અધિકારી સહિતના કર્મચારીઓને ડબલ દંડ ફટકાર્યો છે.  

રવિ અગ્રવાલ/વડોદરાઃ આજથી RTOના નવા નિયમ રાજયભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે. ત્યારે આ દંડમાં પોલીસ અધિકારીઓને પણ સામેલ કરાયા છે. રાજયમાં નવો મોટર વ્હીકલ એકટ લાગુ થતાં જ વડોદરા ટ્રાફીક પોલીસે સામાન્ય લોકોની સાથે સાથે પોલીસ જવાનો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં ટ્રાફિક એસીપી અધિકારી સહિતના કર્મચારીઓને ડબલ દંડ ફટકાર્યો છે.

વડોદરામાં પોલીસની પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા પોલીસ કર્મચારીઓ સામે તંત્રએ જ લાલ આંખ કરી છે. પોલીસ હેડ કર્વાટર્સ, અકોટા પોલીસ લાઈન અને પોલીસ ભવન પાસે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અનેક પોલીસ કર્મચારીઓને ડબલ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. હકીકત તો એ છે કે, ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરતા અનેક પોલીસ કર્મીઓ પકડાયા છે. ટ્રાફીક એસીપી અધિકારી સહિત અનેક પોલીસ કર્મચારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, લોકોને દંડતા પોલીસ કર્મચારીઓ પણ અનેકવાર નિયમોનું ઉલ્લંદ્યન કરતા પકડાતા હોય છે. ત્યારે આવામાં વડોદરા પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જેના વખાણ લોકો પણ કરી રહ્યાં છે.

 વાહન પર મોબાઈલ પર વાત કરતા પકડાય તો ૧૦૦૦ હજાર રૂપિયા દંડ થાય છે. તેમ નવા સુધારા પ્રમાણે પહેલી વખત ૫૦૦ રૂપિયા અને બીજી વખત પકડાય તો ૧૦૦૦ રૂપિયા કરવામાં આવશે.

 હેલ્મેટ ન પહેર્યું હોય તો ૧૦૦ રૂપિયાનો દંડ થશે

 ફોર વ્હીલર ચલાવતા સમયે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય પહેલી વખત ૫૦૦ અને બીજી વખત ૧૦૦૦ હજાર રૂપિયા થશે.

 ટુ વ્હિલર પર ત્રિપલ સવારી હોય તો ૧૦૦ રૂપિયા દંડ થશે.

 ભયજનક રીતે વાહન ચલાવનારને અત્યારે ૧૦૦૦ હજાર રૂપિયા દંડ થશે. નવા નિયમ પ્રમાણે થ્રી વ્હીલરને ૧૫૦૦,  એલ.એમ.વીને ૩૦૦૦ હજાર અને અન્ય વાહનને ૫૦૦૦ રૂપિયા દંડ થશે.

 લાઈસન્સ, વીમો,પીયુસી,આરસી બુક (PUC, license, RC book, insurance) સાથે ન હોય તો પહેલી વખતનો  દંડ ૫૦૦ રૂપિયા અને બીજી વખત દંડ થશે તો ૧૦૦૦ રૂપિયાનો કરવામાં આવશે.

 અડચણ રૂપ પાર્કિંગ એને કાચ પર ડાર્ક ફિલ્મ માટે પહેલી વખત ૫૦૦ રૂપિયા અને બીજી વખત ૧૦૦૦ રૂપિયા દંડ થશે.

 ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવનારને ટુ વ્હિલરને ૨૦૦૦ રૂપિયા અને ફોર વ્હિલરને ૩૦૦૦ કે તેનાથી ઉપરનો દંડ ભરવો પડશે.

(4:15 pm IST)
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમનો આજે 74 મો જન્મદિવસ છે. ચિદમ્બરમ હાલમાં આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં છે. આ પ્રસંગે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે તેમના પિતાને ભાવનાત્મક પત્ર લખ્યો છે. કાર્તિ ચિદમ્બરમે પત્રમાં ઇશારામાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું કે, "પ્રિય અપ્પા, આજે તમે 74 વર્ષનો થયા છો અને કોઈ 56 ઇંચ તમને રોકી શકશે નહીં. તમારી ગેરહાજરીથી આપણું હૃદય દુભાય છે. કાશ, તમે અમારા બધાની સાથે કેક કાપવા ઘરે જ હોત." access_time 11:58 am IST

  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST

  • નીફટી ૧૧૦૦૦ ની અંદરઃ શેરબજારમાં વેંચવાલીનો માહોલઃ રૂપિયો ૭૧.૪૬ : શેરબજારમાં વેંચવાલીનો માહોલ નીફટી ૧૧૦૦૦ ની અંદરઃ સેન્સેકસ ર.૩૦ કલાકે ર૭૦ પોઇન્ટ ઘટીને ૩૭૧૧૪ અને નીફટી ૮૧ પોઇન્ટ તુટીને ૧૦૯૯૪: ડોલર સામે રૂપિયો ૭૧.૪૬ ઉપર ટ્રેડ કરે છે access_time 11:43 am IST