Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સસ્તુ અને નકલી હેલ્મેટ પહેરનારાઓને પણ પોલીસ દંડ ફટકારશેઃ જોગવાઇ શું છે?

ગાંધીનગરઃ દેશમાં નવો મોટર વ્હીકલ એકટ લાગુ થઇ ગયો છે. નિયમ તોડનારાઓના ભારે-ભરખમ ચલણ ફાટવા લાગ્યા છે.  સસ્તું અને નકલી હેલમેટ વાપરવાથી પણ પોલીસ દંડ લગાવશે. અને એટલો જ દંડ ફટકારશે જેટલો હેલમેટ વિના વાહન ચલાવવા પર થાય છે.

 હેલમેટ પહેર્યા વિના ટુ-વ્હીલર ચલાવવા પર ૧૦૦૦ રૂપિયાનો દંડ લાગે છે. એટલે  ISI માર્કવાળું હેલમેટ વાપરવું હિતાવહ છે.  

નવા નિયમો બાદ રસ્તાઓ ઉપર સસ્તા હેલમેટનું વેચાણ વધી ગયેલ છે,   ટોપીવાળું હેલમેટ માત્ર ૧૦૦ રૂપિયામાં મળે  છે. પણ આ હેલમેટ તકલાદી હોય છે, જે   માથાની રક્ષા નથી કરી શકતું. તો બીજી તરફ ૪૦૦ રૂપિયા આસપાસની કિંમતમાં ISI માર્કવાળું હેલમેટ મળી જતુ હોય છે.

પોલીસનું માનવું છે કે સસ્તા ટોપાવાળા હેલમેટ માથાને આખું કવર નથી કરતા જેના કારણે અકસ્માતના સંજોગોમાં નુકશાન થવાનો ભય રહે છે. ISI માર્કવાળું હેલમેટ પહેરવાનો હેતુ માથાનો બચાવ કરવાનો છે.

(4:14 pm IST)