Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

૨૩મીએ અમદાવાદમાં ક્રેડાઈ દ્વારા ગ્રોથ એમ્બેસેડર સમીટઃ વિજયભાઈ ઉપસ્થિત

ગ્રોથ એમ્બેસેડર એવોર્ડઃ રાજયભરમાંથી ડેવલોપર્સ હાજર રહેશે

રાજકોટ,તા.૧૬: કોન્ફેડેરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા- ક્રેડાઈ ગુજરાત દ્વારા 'ગ્રોથ એમ્બેસેડર સમીટ- ૧૯' ધી ફોરમ, કલબ ૦૭ના પાસે, સ્કાય સીટી કલબ ૦૭ રોડ, બોપાલ- શેલા, અમદાવાદ ખાતે તા.૨૩ સપ્ટેમ્બરનાં રોજ યોજવામાં આવી રહી છે. જેમાં ગુજરાત રાજયનાં ડેવલપમેન્ટ અને વિકાસમાં અગ્રેસર રહેલ બાંધકામ વ્યવસાયની સંસ્થા ક્રેડાઈ ગુજરાતનાં સમગ્ર ગુજરાતમાં વિસ્તરેલ ૩૯ જેટલી સભ્ય સંસ્થામાંથી ૫૦૦૦ જેટલી ડેવલપર્સ જોડાવાના છે.

આ સમીટમાં ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ, મહેસુલ મંત્રી શ્રી કૌશીકભાઈ પટેલ, ઉજા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ અને સચિવગણ તરફથી ગુજરાત રાજયનાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, ગુજરાત રાજયનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પુરી, ગુજરાત રાજયનાં રેરા ઓથોરીટી ચેરમેન ડો.અમરજીત સિંહ પણ ઉપસ્થિત રહેશે. આ સમીટમાં સકસેસ સ્ટોરી ઓન ક્રેડાઈ ગુજરાત ઉપર એક શોર્ટ ફિલ્મ પણ રજુ કરાશે.

આ પ્રસંગે કોન્ફેડેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા- ભારતનાં ચેરમેનશ્રી જક્ષયભાઈ શાહ પણ સંબોધન કરશે.

 આ સમીટમાં ગુજરાત રાજયમાં બાંધકામ ક્ષેત્રે ટેકનોલોજી અને નવીનીકરણની દિશા તરફ લઈ જવા અવિરત પ્રયાસો કરનાર ઉદ્યોગકાર અને લઘુઉદ્યોગોને પ્રોત્સાહીત કરવા માટે ૧૫ જેટલી વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે.

આ ગ્રોથ એમ્બેસેડર-૧૯ને સફળ બનાવવા ગુજરાત ક્રેડાઈ ચેરમેનશ્રી શેખરભાઈ પટેલ અને ગુજરાત ક્રેડાઈ પ્રમુખશ્રી પરેશભાઈ ગજેરા તેમજ ગુજરાત ક્રેડાઈ સેક્રેટરીશ્રી તેજસભાઈ જોષીની રાંહબર હેઠળ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(3:53 pm IST)