Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સાંજે સુરતમાં 'એક શામ મોદીજી કે નામ' હિન્દી હાસ્ય કવિ સંમેલન

 નવાગઢ, તા. ૧૬ : સુરતમાં આજે સાંજે 'એક શામ મોદીજી કે નામ' અંતર્ગત વિરાટ હિન્દી હાસ્ય કવી સંમેલન સંજીવકુમાર ઓડીટેરીયમ, પાલ-અડાજણ ખાતે યોજાશે. જેમની દિશા વિકાસની છે જે આધુનિકરણ સાથે વૈશ્વિક સ્તર પર ભારતની એક આગવી ઓળખાણ બનાવવા કટીબદ્ધ છે તેવા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રાગટય દીને ને ભારે હર્ષોઉલ્લાસથી ઉજવવા તથા હિન્દુસ્તાનનું ૭૦ વર્ષ જુનું કલંક 'કલમ ૩૭૦' હટાવવાની ખુશીમાં નરેન્દ્રભાઇ મોદીને રીર્ટન બર્થ ડે ગીફટ આપવાના શુભ આશયથી સુરતની સેવાના સદાવ્રત સમી સંસ્થા શ્રી ભગવાન મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ તથા સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે આ સુંદર કાર્યક્રમનું આયોજન ભાજપાના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાશે. જયારે આ સમારોહના વિધીવત ઉદઘાટન સુરત મહાનગરના ભાજપના નીતીનભાઇ ભજીયાવાળા જયારે આ સુંદર કાર્યકમના સાક્ષી બાવાએ આશિર્વચન પાઠવવા સંતશ્રી ગુરૂપ્રસાદદાસ (હરીધામ સોખડા) પધારશે. સુરતના પ્રથમ નાગરિક ડો. જગદીશભાઇ પટેલ, સુરતના લોકસદસ્ય સમ્રાટ વિધાયક ને મંત્રીશ્રી કુમારભાઇ કાનાણી, ચેમ્બર ઓફ પાર્લમેન્ટ શ્રીમતી દર્શનાબેન જરદોષ, સી.આર. પાટીલ, ધારાસભ્ય પૃર્ણેશભાઇ મોદી, વીનુભાઇ મોરડીયા, વિવેકભાઇ પટેલ, અરવિંદભાઇ રાણા, હર્ષભાઇ સંઘવી, વી.ડી. ઝાલાવડીયા, કાન્તીભાઇ બલદ, પ્રવિણભાઇ ધોધારી, શ્રીમતી સંગીતાબેન પાટીલ, ઝંખનાબેન પટેલ, મુકેશભાઇ પટેલ, ડે. મેયર નીરવભાઇ શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન અનિલભાઇ ગોપલાણી, વિરાટ હિન્દી હાસ્ય કવી સંમેલનના આ સુંદર કાર્યક્રમને લોકો મન ભરી માણે માટે ખ્યાતનામ કવીશ્રી શશીકાંત યાદવ (સબરસ) શાંતી તુફાન (હાસ્ય, દિનેશ દોશી (હાસ્ય) નરેન્દ્ર વાણગોતા (મુંબઇ) ઉપસ્થિત રહી લોકોને કવીરસ તથા હાસ્યરસમાં ડુબાડશે.

આજે રાત્રે ૮ કલાકે યોજાનારા આ કાર્યક્રમની સફળતા માટે વિનોદભાઇ જૈન, સાંવરપ્રસાદ બુધિયા, સુનીલભાઇ જૈનના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ સતત દોડાદોડી કરી તમામ તૈયારી કરીને આખરી ઓપ આપી ચૂકયા છે. (

(3:52 pm IST)