Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

બદ્રિ-કેદાર સહિત હિમાલયની ચાર ધામ યાત્રા દરમ્યાન સ્વયંભૂ શીવલીંગને અભિષેક કરતા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સંતો

અમદાવાદ તા. ૧૫  SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા સાથે સંત મંડળમાં રામસુખદાસજી સ્વામી, કુંજવિહારીદાસજી સ્વામી, મુનિવત્સલદાસજી સ્વામી, શ્રુતિવલ્લભદાસજી સ્વામી, જનમંગળદાસજી સ્વામી, ગુણસાગરદાસજી સ્વામી તથા અમેરિકા, યુ.કે.આફ્રિકા વગેરે વિદેશના ૬૦ ઉપરાંત હરિભકતો બદ્રિ-કેદાર ગંગોત્રી-યમનોત્રી સહિત હિમાલયની ચાર ધામ યાત્રાંંમાં જોડાયા છે.

     હિમાલયની ચાર ધામ યાત્રાઅંતર્ગત યમનોત્રી યાત્રા દરમ્યાન પૌરાણિક દેવનગરી લાખામંડળ કે જ્યાં પાંડવોને અજ્ઞાતવાસ દરમ્યાન જીવતા સળગાવી દેવાના હેતુથી દુર્યોધન, દુઃશાસન, કર્ણ અને મામા શકુનિએ લાક્ષાગૃહ બનાવેલ. તે લાક્ષાગૃહની બાજુમાં શિવજીનું પુરાતની ભવ્ય કલાત્મક મંદિર આવેલ છે.

મંદિરમાં સ્વયં ધરતીમાંથી પ્રગટ થયેલ અને પાંડવ દ્વારા પૂજાયેલ પ્રાચીન શિવલીંગ છે.          પૂ.માધવપ્રિયદાસજી સ્વામી તથા સાથેના સંતોઅે અને તમામ હરિભકતોએ શિવજી ભગવાનનું પંચોપચાર પૂજન કરી દૂધનો અભિષેક કર્યો હતો.

     શિવલીગની ખાસિયત એ છે કે તેમના ઉપર અભિષેક કર્યા પછી તેની ઉપર સુંદર પ્રતિબિંબ દેખાય છે.

શિવલીંગની બાજુમાં મોટી ગુફા કે ભોંયરુ છે. કહેવાય છે કે પાંડવો આ ગુફા - ભોંયરામાંથી સહદેવના કહેવાથી બહાર નીકળી ગયા હતા

(2:35 pm IST)