Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

અમદાવાદમાં હોમો સેક્યુઅલ પ્રવૃત્તિના નામે ગ્રાહકો પાસેથી લૂંટ અને ધાડને અંજામ આપતી ગેંગના પાંચ આરોપીઓ ઝડપાયા

સમગ્ર ભારતમાં અલગ અલગ શહેરમાં લોકોને ટારગેટ બનાવીને લાખ્ખો રૂપિયા પડાવ્યાં

અમદાવાદમાં હોમો સેક્યુઅલ પ્રવૃત્તિના નામે ગ્રાહકો પાસેથી લૂંટ અને ધાડ કરતી ગેંગના પાંચ આરોપીઓ ઝડપાયા છે  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ ઝડપેલા આ આરોપીઓએ અમદાવાદ જ પરંતુ સમગ્ર ભારતમાં અલગ અલગ શહેરમાં લોકોને ટારગેટ બનાવીને લાખ્ખો રૂપિયા પડાવ્યાં છે.
   અમદાવાદમાં હોમો સેક્યુઅલ પ્રવૃત્તિના નામે ગ્રાહકો પાસેથી લૂંટ અને ધાડ કરતી ગેંગના પાંચ આરોપીઓની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચએ ધરપકડ કરી છે. પોલીસે અજય શર્મા, રાજકુમાર શર્મા, વિજય શર્મા, મુકુલ ગૌર અને જોની સૈનીની ધરપકડ કરી છે. આરોપીઓ છેલ્લા છ માસથી ઓનલાઇન એપ્લીકેશન ગ્રેન્ડર મારફતે ગે પુરુષ ગ્રાહકોને હોમોસેસ્ક્યુઅલ સર્વિસ પુરી પાડીને ટારગેટ બનાવતા હતાં

   આરોપીઓ નક્કી કરેલ રૂપિયા ઉપરાંત વધારે રૂપિયાની માંગણી કરતા હતાં. અને જો કોઇ ગ્રાહક રૂપિયા આપવાનો ઇન્કાર કરે તો તેને મારઝૂડ કરીને તેની કિંમતી વસ્તુઓ અને રૂપિયા પડાવીને પલાયન થઇ જતાં હતાં. આરોપીઓએ અમદાવાદમાં પણ વસ્ત્રાપુરમાં એક ગ્રાહકને આ જ રીતે ટારગેટ કરીને તેને માર મારીને રોકડ રૂપિયા, ઘડીયાળ અને એટીએમ કાર્ડનો પાસવર્ડ મેળવીને રૂપિયા 50 હજાર ઉપાડી લીધા હતાં

 

(12:12 pm IST)