Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કાલે મોદી કેવડિયામાં, પ્રધાનો જિલ્લાઓમાં નર્મદા ઉત્સવ ઉજવશે

નર્મદા ડેમ આખો (૧૩૮.૬૭મીટર) ભરાઇ જતા ગુજરાતમાં હરખના ઘોડાપુર : રાત્રે વડાપ્રધાનનું ગુજરાત આગમનઃ ફળદુ રાજકોટમાં, જયેશ રાદડીયા જુનાગઢ, કુંવરજીભાઇ સુરેન્દ્રનગર, ભંડેરી મહેસાણામાં, ભરત બોધરા ગિર સોમનાથમાં : રાજસીભાઇ બોટાદમાં

ગાધીનગર,તા.૧૬:સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતાએ ૧૩૮.૬૭ મીટર સુધી ભરાતાં.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મ દિને કાલે  નર્મદા નીરનાં વધામણાં માટે રાજયના જિલ્લાઓમાં સવારે ૧૦.૦૦ કલાકે 'નમામિ દેવિ નર્મદે મહોત્સવ' કાર્યક્રમ રાજય સરકાર ના મંત્રીઓ અને બોર્ડ નિગમો ના અધ્યક્ષો ની ઉપસ્થિતિ માં જન સહયોગ થી જિલ્લા કક્ષા એ ઉજવાશે

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ કેવડીયા ખાતે પ્રધામંત્રીશ્રી ના હસ્તે થનારા નર્મદા જળ વધામણાં ના રાજય કક્ષા ના મુખ્ય કાર્યક્રમ માં જોડાશે વડાપ્રધાન આજે રાત્રે જ અમદાવાદ આવી પહદચનાર રાજય મંત્રી મંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ ને નમામિ દેવી નર્મદે મહોત્સવ માટે ફાળવાયેલા જિલ્લા આ મુજબ છેવડોદર્રાં

શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અધ્યક્ષશ્રી ગુજરાત વિધાનસભા  અમદાવાદ, શહેર અને ગ્રામ્ય શ્રી પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજા રાજકોટ શ્રી રણછોડભાઈ સી. ફળદુ (આર.સી.ફળદુ સુરત ,શ્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા ગાંધીનગર ,શ્રી કૌશીકભાઈ જમનાદાસ પટેલજામનગર,શ્રી સૌરભભાઈ પટેલ (દલાલ)નવસારી,શ્રીગણપતસિંહ વેસ્તાભાઈ વસાવાજૂનાગઢ, શ્રી જયેશકુમાર વિઠ્ઠલભાઈ રાદડિયા પાટણ,શ્રી દિલીપકુમાર વીરાજી ઠાકોર બનાસકાંઠા, શ્રી ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર સુરેન્દ્રનગર, શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા દેવભૂમિ દ્વારકા, શ્રી જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા  છોટાઉદેપુર, શ્રી બચુભાઈ મગનભાઈ ખાબડ મહીસાગર, શ્રી જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર તાપી, શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ કચ્છ, શ્રી વાસણભાઈ ગોપાલભાઇ આહિર ભાવનગર, શ્રીમતી વિભાવરીબેન દવે અરવલ્લી,શ્રી રમણલાલ નાનુભાઈ પાટકર વલસાડ, શ્રી કિશોર કાનાણી(કુમાર)  સાબરકાંઠા, શ્રી યોગેશભાઈ નારાયણભાઈ પટેલ અમરેલી, શ્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા) ખેડા, શ્રી પંકજભાઈ દેસાઈ.મુખ્ય દંડકશ્રી ડાંગ, શ્રી આર.સી.પટેલ નાયબ મુખ્ય દંડકશ્રી ગુજરાત વિધાનસભા ભરૂચ, શ્રી નરહરિ અમીન ઉપાધ્યક્ષ રાજય આયોજન દાહોદ, શ્રીમતી ભાવનાબેન દવે ઉપાધ્યક્ષશ્રી, યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, મોરબી,શ્રી મેઘજીભાઈ કણઝરિયા, ચેરમેનશ્રી,ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમ પોરબંદર, શ્રી મુળુભાઈ બેરા, ચેરમેનશ્રી,ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ મહેસાણા, ધનસુખભાઈ ભંડેરી, ચેરમેન,ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ બોટાદ શ્રી રાજશીભાઈ જોટવા ચેરમેન, ગુજરાત રાજય બીજ નિગમ,ગીર સોમનાથ ડો. ભરતભાઈ બોદ્યરા,ચેરમેનશ્રી, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના (સૌરાષ્ટ્ર/કચ્છ),આણંદ શ્રી બળવંતસિંહ રાજપુત, ચેરમેનશ્રી,ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ, પંચમહાર્લં શ્રી ડી. ડી. પટેલ,ચેરમેનશ્રી, ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ.

(11:50 am IST)
  • દિલ્હીના ૩૧ માર્ચ ૧૯૯૭ ના ચકચારી કનોટ પ્લેસ નકલી એન્કાઉન્ટર કેસ, જેમાં 2 ઉદ્યોગપતિઓની સરાજાહેર હત્યા કરાય હતી, તેમાં તત્કાલીન એસીપી સત્યવીર રાઠી સહિત સમગ્ર પોલીસ ટીમને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ! access_time 12:20 pm IST

  • રાજકોટના કોંગી કોર્પોરેટરો સાથે મિટીંગ શરૂ : રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરો અમદાવાદ પહોંચ્યાઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂને ફરી સક્રિય કરવા કોંગી નેતાગીરી સમક્ષ જોરદાર માગણીઃ પ્રદેશ કોંગી પ્રમુખ શ્રીઅમિત ચાવડા સાથે બેઠક શરૂ access_time 4:38 pm IST

  • ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતામાં મોટો વધારો :વાયુસેનાને ઇઝરાયલ પાસેથી મળ્યો સ્પાઇસ બોમ્બનો પહેલો જથ્થો: બાલાકોટમાં ઉડાવ્યા હતા આતંકી કેમ્પ: ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-2000 લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરાયા : માર્ક 84 વૉર હેડ અને બોમ્બની સાથે સ્પાઇસ 2000 બોમ્બની પહેલી ખેપ ગ્વાલિયર પહોંચી હતી. access_time 12:52 am IST