Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

બારડોલી નેશનલ હાઇવે પર કોસંબા પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બે લોકોના મોત : બંને વાહનોમાં ભીષણ આગ ભભૂકી

ઉભી રહેલી ટ્રક પાછળ એક ટ્રક ધડાકાભેર ઘુસી ગઈ બંને વાહનોમાં ભીષણ લાગતા અફરાતફરી

સુરતના બારડોલી નેશનલ હાઈવે પર કોસંબા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં બે વ્યક્તિના મોત થયા છે. ઉભી રહેલી ટ્રક પાછળ એક ટ્રક ધડાકાભેર ઘુસી ગઈ હતી. જેથી બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. ઘટનાને પગલે રોડ પરથી પસાર થતા લોકોમાં ભય ફેલાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:28 am IST)