Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ભારેથી અતિભારે વર્ષા માટેની ચેતવણી અપાઈ

અમદાવાદમાં વરસાદ પડી શકે

અમદાવાદ, તા. ૧૫ : અમદાવાદમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ રહેલી છે પરંતુ હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આગામી પાંચ દિવસ માટે અકબંધ રાખવામાં આવી છે. છોટાઉદેપુર, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરાઈ છે. ડાંગ, વલસાડમાં વરસાદી માહોલ પહેલાથી જ યથાવત રહેલો છે. ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.

(11:49 pm IST)