Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

મોબ લિંચિંગને ગંભીર અપરાધ ગણીને સંડોવાયેલા સામે સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવા ગૃહ વિભાગનો આદેશ

અમદાવાદ :તોફાની ટોળાનો ભોગ બનનાર એટલે કે મોબ લીન્ચીંગનો ભોગ બનનારના કિસ્સાઓ દેશમાં વધી રહ્યા છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇને ગુજરાત સરકારે કડક હાથે કામ લેવાનો નિર્ધાર કર્યો છે. મોબ લીન્ચીંગના ગુનાને ગંભીર અપરાધ ગણી તેમાં સંડોવાયેલા વિરૂદ્ધ સખત કાયદેસરની કાર્યવાહી કરવાની જાહેરાત ગૃહ વિભાગે કરી છે.

રાજ્ય સરકારે મોબ લીન્ચીંગના ગુનાને ગંભીર અપરાધ ગણાવ્યો છે. ગૃહવિભાગે આ અંગે જણાવ્યું છે કે આ ગંભીર અપરાધમાં સંડોવાયેલા વિરુદ્ધ સખત કાયદેસર કાર્યવાહી કરાશે. આ અંગે પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને નોડલ ઓફિસર નિમાયા છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ખોટા સમાચારો, ભડકાઉ ભાષણો, ઉશ્કેરણીજનક કે વાંધાજનક લખાણ ફેલાવનાર સામે પણ આઇ.પી.સી. હેઠળ કાર્યવાહી કરાશે.

(10:13 pm IST)