Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

વડીયા ગામમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નિકળતા જિલ્લામાં કુલ 2 કોરોનાનાં કેસ નોંધાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આજે વધુ એક દર્દી કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લના નાંદોદ તાલુકાના અને રાજપીપળા ને અડીને આવેલા વડીયા ગામ માં વધુ એક વ્યક્તિ કોરોનાની લપેટમાં આવ્યો છે આ દર્દીનો RTPCR ટેસ્ટ કરાતાં તે પોઝિટિવ આવ્યો છે અને હાલમાં હોમ આઈસોલેસન માં હોવાનું ડો.કશ્યપે જણાવ્યું હતું. આમ નર્મદા જિલ્લામાં ગત તારીખ 9 ઓગસ્ટે વડીયા ગામમાં એક પોઝીટીવ કેશ બાદ આજે ત્યાં જ બીજો એક કેસ પોજેટીવ નિકળતા જિલ્લામાં કુલ બે કોરોના પોઝીટીવ દર્દી જોવા મળ્યા છે

(11:18 pm IST)