Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

શંકાશીલ પતિના ત્રાસથી કંટાળી માતર તાલુકાના સોખડામાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા પતિ વિરુદ્ધ ગુનો દાખલ

માતર: તાલુકાના સોખડા ગામના યુવકના લગ્ન આજથી લગભગ દસેક વર્ષ અગાઉ ધોળકા તાલુકાના કલીકુંડ ગામની યુવતી સાથે થયા હતા. લગ્નના સુખી સંસારથી આ દંપતિને સંતાનમા એક દીકરો અને દીકરી છે. જે પૈકી દીકરી 6 વર્ષની અને દીકરો 3 વર્ષનો છે. ગત 13મી ઓગષ્ટના રોજ સાંજના સુમારે પરિણીતા પોતાના મોટા બાપાના ઘરે દૂધનો વારો ચાલુ હોય જે દૂધ આપી પરત આવતી હતી. ત્યારે ગામના પરા વિસ્તારમાં રહેતા યુવક રોડ ઉપર શાકભાજી ભરવા પીકઅપ ડાલુ લઈ ઉભો હતો. જેની સાથે પરિણીતાએ વાતચીત કરતી હતી. આ દરમિયાન પતિ ખેડાથી પરત આવતા બંનેને જોઈ ગયે હતે અને પત્ની પર ખોટો વહેમ રાખી પરિણીતા સાથે બોલાચાલી કરી હતી. ઉપરાંત પોતાની પત્નીને ત્યાંથી માથાના વાળ પકડી ઢસડી ઘરે લઈ જઈ મારઝુડ કરી હતી. આ અગાઉ પણ શંકાશીલ પતિએ પોતાની પત્ની પર ખોટો વહેમ રાખી મારઝૂડ કરતા હતા અને શારીરિક માનસિક ત્રાસ પરિણીતાને આપતો હતો. પરંતુ પરિણીતા લગ્નજીવન સારી રીતે ચાલે તેથી આ તમામ ત્રાસ સહન કરી લેતી હતી. જોકે, ઉપરોક્ત ઘટના સમયે પતિએ પોતાની પત્નીને જાહેરમાં ગાળો બોલી વાળ પકડી મારઝુડ કરતા પત્નીને મનમા ખુબજ લાગી આવ્યું હતું. આથી પીડિતાએ શાકભાજીમાં છાંટવાની દવા પોતાની જાતે બે ત્રણ ઘૂંટા પી લીધા હતા. જેથી પીડિતાને ચક્કર તથા ઉબકા આવતા પોતાના કાકા સસરા સહિત પરિવારજનો સાથે રિક્ષામાં બેસી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.​​​​​​​

(4:16 pm IST)