Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વલસાડની નેશનલ ઇંગલિશ સ્કૂલમાં 74 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ

કાર્યક્રમને સફળ બનાવવામાં નિલેષ ભાઈ અજાગીયા પ્રીતિબેન પાંડે ઇકબાલ કુરેશી બુરહાન ટેલર સોહેલ શેખ, સલમાન ખાન, વસીમ બેલીમ તેમજ સ્કૂલ ના કર્મચારી તેમજ ટ્રસ્ટી મંડળે ભારે જહેમત ઉઠાવી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : આજે 74 માં સ્વતંત્ર પર્વ ની ઉજવણી સમગ્ર દેશભરમાં ભારતીયો કરી રહ્યા છે ત્યારે વલસાડ ખાતે પણ સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.જ્યાં વલસાડના નેશનલ ઇંગલિશ સ્કૂલ , ગ્રીન પાર્ક ખાતે આમંત્રિત મહેમાન રાહુલ મિશ્રા (bulet train surat division) ના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવામાં આવી હતી. સાથે આમંત્રિત મહેમાન સિદ્ધાર્થ મુંબઈકર , કલ્યાન જોડાવે , ભુપત ચાનીયારા , કુશ દેસાઈ , નેશનલ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ અયાઝ શેખ ઉપ પ્રમુખ કાસમ બલસારી સેક્રેટરી એલ.એમ.પટેલ ટ્રસ્ટી મંડળના  બશિર મલેક,હાફિઝ બલસારી, શબ્બીર ફાતિવાલા, હુસેન બેલીમ, આરીફ કુરેશી સ્કૂલના પ્રિન્સિપાલ  સોહલ પટેલ,  વાઈસ પ્રિન્સિપાલ નાઝનીન પઠાણ તેમજ અન્ય સ્ટાફ  ભેગા મળી રાષ્ટ્રીય ધ્વજ ને સલામી આપવા ઉપસ્થિત રહ્યા હતા

  .ધ્વજારોહના કાર્યકમ પછી ગો કોરોના વલસાડ ઓલ એન.જી  દ્વારા સ્કૂલ ના કૅમ્પમાં  બુલેટ ટ્રેનના સહયોગથી વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું વૃક્ષા રોપણ નું કાર્યક્રમ  માં નામદાર વલસાડ ડિસ્ટિક જજ .એમ.કે.દવે સાહેબ ના અધ્યક્ષ સ્થાન હેઠળ થયું હતું જેમાં એડિશનલ જજ શ્રી.અસલમ ઘાસુરા સાહેબ. વલસાડ મામલતદાર વસાવા સાહેબ.ભાગડાવડા સરપંચ શ્રીમતી.નિર્મળાબેન પટેલ અને ગો કોરોના વલસાડ  એન.જી. ગ્રુપ ના. ગુરુદ્વારા પ્રબંધક સમિતિ,અનાવિલ પરિવાર,એક્ટિવ સોશીયલ ગ્રુપ, જૈન સોશીયલ ગ્રુપ અબ્રામા, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન,વલસાડ jci ક્લબ, પ્રમુખ કેટરરર્સ , ઉપવન સંસ્થા,મુલ્લાવડી મિત્ર મંડળ, સહકાર એમ્બ્લુસ,ઉમ્મીદ ગ્રુપ,જનસેવા સમિતિ, નનાતાઈવાડ યુથ વગેરે એનજીઓ ના  સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવામાં નિલેષ ભાઈ અજાગીયા પ્રીતિબેન પાંડે ઇકબાલ કુરેશી બુરહાન ટેલર સોહેલ શેખ, સલમાન ખાન, વસીમ બેલીમ તેમજ  સ્કૂલ ના કર્મચારી તેમજ ટ્રસ્ટી મંડળે ભારે જહેમત ઉઠાવી હતી

(12:45 am IST)