Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના જવાને કોરોના સામે જંગ જીતી ફરજ પર ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અવસરે હાજર થયા

કોન્સ્ટેબલ હરીશ રાઠોડ કોરોના સામે જંગ જીતી ફરજ પર હાજર થતા પોલીસ જવાનો તેમજ પીએસઆઈ જી.વી.ગોહિલ દ્વારા સન્માન કરાયું : ભાવુક દ્રશ્યો સર્જાયા

(કાર્તિક બાવીશીદ્વારા )વલસાડ : કોરોના ની મહામારી સામે પોલીસ જવાનો અડીખમ ઉભા રહ્યા હતા.જેનો ભોગ પણ જવાનો બન્યા હતા ત્યારે આજરોજ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હરીશ રાઠોડ જ્યારે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા ત્યારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી.વી.ગોહિલ સહિત તમામ પોલીસ સ્ટેશનના જવાનોએ તેમનું ફૂલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું જેમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા

(12:27 am IST)