Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

આમોદ તાલુકાના આછોદ ગામે રાત્રીના સમયે ગૌવંશ કતલ કરતા નરાધમોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા

આમોદ:તાલુકાના આછોદ ગામે ગતરોજ રાત્રીના સમયે કેટલાક ઇસમો ગૌવંશ કતલ કરતા હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી. જેથી આમોદ પોલીસે રેડ કરી સ્થળ ઉપરથી ગૌવંશ તથા કટીંગ કરવાના સાધનો તેમજ બીએમડબલ્યુ કાર મોટર બાઈક તથા ગૌવંશ કતલ કરતાં અગિયાર ઇસમો ઇસમને ઝડપી પાડયા હતા. જ્યારે એક ઈસમ ફ્રાર થઈ ગયો હતો.

આછોદ ગામે નવીનગરી પાસે ગતરોજ રાત્રીના સમયે ગૌવંશ કટીંગ થતું હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી. જેથી આમોદ ના પોલીસ સબ ઇન્સપેક્ટર મિતેષ શકોરિયા તથા સ્ટાફ્ના માણસો સાથે મળી રેડ કરી હતી. જ્યાં ગૌવંશ કટીંગ થતું હતું.

(5:04 pm IST)