Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વાજપેયજીએ મને ફોન કરીને કહ્યુ હતું કે મે જે કર્યુ તે બરાબર કર્યુ :શંકરસિંહ વાઘેલા

 

અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચારથી દેશ શોકમાં છે, ત્યારે ગુજરાત ભાજપના અને બાદમાં ભાજપમાંથી છુટ્ટા પડેલા નેતાઓએ અટલજીને યાદ કર્યા હતા. અટલજીને યાદ કરતી વખતે તેઓ ભાવુક થયા હતા. 

   ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વાજપેયજી પોતાના સંસ્મરણોને વાગોળતા અનેક વાતો કરી હતી. જેમાં 1991ની લોકસભાની ચૂંટણી વખતે વાજપેયીજીની સેઇફ સીટ માટેની ચર્ચાની સાથે ખજૂરાહો અંગે પણ વાત કરી હતી.

  જેમાં શંકરસિંહે કહ્યું કે મે જે કર્યુ તે બાદ વાજપેયજીએ  મને ફોન કરીને કહ્યુ હતું કે મે જે કર્યુ તે બરાબર કર્યુ તેઓ પણ આવું કરવા ઇચ્છતા હતા. જે બાદ તેઓએ મને બોલાવીને મારી માંગો પુરી કરવા કહ્યુ હતું.

(10:57 pm IST)
  • કેરળમાં ભારે વરસાદ અને ભયાનક પુરનો કહેર :મૃત્યુઆંક 60 થયો :છેલ્લા 24 કલાકમાં 25 લોકોના મોત :પરિસ્થિતિ ગંભીર :કોચી એરપોર્ટ હજુ પણ બંધ :રાજ્યના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર access_time 1:10 am IST

  • અટલજીને જોવા એમ્‍સ કોણ કોણ પહોંચ્‍યા...? : ઉપરાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ , સ્‍પીકર સુમિત્રા મહાજન , વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી , અડવાણી , અમિત શાહ, મનમોહનસિંહ , મોટાભાગના કેન્‍દ્રીય પ્રધાનો , રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ , નીતિશ કુમાર , યોગી આદિત્‍યનાથ , ફારૂક અબ્‍દુલ્લા access_time 5:16 pm IST

  • અટલજીના નિધનથી પાકિસ્તાનમાં શોકની લહેર : ટ્વીટર પર શ્રદ્ધાંજલિનો ધોધ વહ્યો : ટ્વીટર પર થોડાજ કલાકોમાં ટોપ ટ્રેન્ડ કરવા લાગ્યા વાજપેયીના નિધનના અહેવાલ : મોટાભાગના યુઝર્સે ભારત-પાકિસ્તાનના સબંધો સુધારવા તેઓની ભૂમિકાની પ્રશંશા કરી access_time 1:12 am IST