Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અંકલેશ્વરમાં લોભામણી સ્કીમથી લોકો સાથે છેતરપીંડી કરતો ફરાર આરોપી ઝડપાયો

અંકલેશ્વરમાં લોભામણી સ્કીમથી લોકો સાથે છેતરપીંડી કરતો ફરાર આરોપી ઝડપાયો

અંકલેશ્વરમાં લોભામણી સ્કીમ આપી લોકો સાથે છેતરપીંડી કરનાર આરોપીની શહેર પોલીસે ધરપકડ કરી છે. આ અગાઉ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

  અંકલેશ્વરમાં વર્ષ 2016માં ગડખોલ પાટીયા વિસ્તારમાં બદ્રી નારાયણ ઝા નામના શખ્તે એન્જલ ફાયનાન્સ નામની ઓફીસ ખોલી હતી. જેમાંથી વિવિધ લોભામણી સ્કીમ આપી લોકો પાસે રૂપિયા ઉઘરાવ્યા હતા. ત્યારબાદ ઓફીસ બંધ કરી ફરાર થઇ ગયા હતા

  . આ અંગે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ફરાર આરોપી બદ્રી નારાયણ ઝાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલામાં અગાઉ ૩ આરોપીઓની ધરપડક કરી હતી. સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:54 pm IST)
  • અટલજીની તબીયત એકદમ નાજુકઃ ગમે તે ઘડીએ મહત્વની જાહેરાત : ભાજપના દિલ્હી સ્થિત હેડકવાટરમાંથી સ્વતંત્રતા દિવસની સજાવટ તાત્કાલીક ઉતારાઈ : દિલ્હીમાં આઈટીઓ પાસેના રસ્તા ખાલી કરાવાયાઃ ભાજપે દેશભરના આજના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા : લાઈફ સપોર્ટીગ સીસ્ટમ ઉપર રખાયા છેઃ એઈમ્સે મેડીકલ બુલેટીનમાં માહિતી આપી access_time 1:36 pm IST

  • મગફળી કોૈભાંડ મુદ્દે પરેશ ધાનાણીના ૩'દિના ઉપવાસના મંડાણ : સાબરમતી આશ્રમ સામે ઉપવાસ છાવણીઃ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની ઉપસ્‍થિતિ access_time 11:40 am IST

  • મગફળીકાંડમાં પરેશ ધાનાણીની રાજકીય નૌટંકીઃ પ્રદિપસિંહજી : ગોડાઉનમાં પડેલી મગફળીની તપાસ નહિં : વેચાયા બાદ ફરીયાદ આવશે તો સરકાર સક્રિય : ગૃહમંત્રી : સરકાર પગલા લે જ છે, કૌભાંડમાં સંડોવાયેલા ચમરબંદીને પણ સરકાર નહિં છોડે : મગન ઝાલાવડીયાનો રોલ સ્‍પષ્‍ટ હતો તેથી પગલા લીધા જ છે : રાજકોટમાં પત્રકાર પરિષદમાં ગૃહમંત્રીશ્રીની જાહેરાત access_time 11:41 am IST