Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ગુજરાત સ્‍ટેટ કો.ઓ.એગ્રી એન્‍ડ રૂરલ ડેવ.બેન્‍ક પ્રાંતિજના સુપરવાઇઝર અને ચાર્જ બ્રાન્‍ચ મેનેજર મુકેશ પંચોલી ૧૫ હજારની લાંચના છટકામાં ઝડપાયાઃ આજે એસીબી છટકાની હેટ્રીકઃ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં ઝુંબેશ આગળ વધી

રાજકોટઃ ગુજરાત સ્‍ટેટ કો.ઓપ.એગ્રી એન્‍ડ રૂરલ ડેવલપમેન્‍ટ બેંકલી.પ્રાંતિજશાખા (જી.સાબરકાંઠા)ના સુપરવાઇઝર અને ચાર્જ બ્રાન્‍ચ મેનેજરની રૂપિયા ૧૫ હજારની લાંચ ફરિયાદીના મિત્ર પાસેથી સ્‍વીકારવાના આરોપસર લાંચના છટકામાં સાબરકાંઠા એસીબીના પીઆઇ બી.જે.ચૌધરી દ્વારા ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક આર.એન.સોલંકીના સુપરવીઝન તથા એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં ઝડપી લીધા હતા. એસીબી સુત્રોમાંથી સાપડતા નિર્દેશ મુજબ ફરિયાદના પિતાજીએ સને.૨૦૦૭માં ગુજરાત સ્‍ટેટ કો.ઓ. એગ્રી એન્‍ડ ટ્રરલ ડેવલપમેન્‍ટ બેંકલી માંથી ૧,૩૭,૫૦૦ની ઘરની રીપેરીંગ માટે લોન લીધેલ, જે લોન ભરપાઇ ન કરી શકતા જેમની સામે આક્ષેપ છે તેવા બેન્‍કના સુપરવાઇઝર અને ચાર્જ બ્રાન્‍ચ મેનેજર દ્વારા લોનની રકમ ભરવા જણાવાયેલ જે રકમ પૈકી ફરિયાદીએ ૫૧૧૦૨ ભરપાઇ કરી દીધા હોવા છતા, આરોપીએ ફરિયાદીના ઘરને સીલ મારી દીધેલ અને ફરિયાદી પાસે ઉકત બાબતે અવારનવાર લાંચની માંગણી આરોપી દ્વારા કરવામાં આવતી હતી.

આરોપી દ્વારા મંગાયેલી કહેવાની લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક સાધેલો, એસીબીએ ફરિયાદ આધારે લાંચનું છટકુંગોઠવેલ દરમિયાન ફરિયાદીના મિત્ર પાસેથી રૂપિયા ૧૫ હજારની લાંચ સ્‍વીકારતા આરોપી આબાદ ઝડપાઇ ગયેલ.

એસીબી દ્વારા દાહોદના એસીબી પીઆઇ એ.કે.વાઘેલા દ્વારા વડોદરામા મદદનીશ એસીબી નિયામક એન.પી.ગોહિલના સુપરવીઝનમાં તલાટીમંત્રી સમકિતભાઇ સરૈયાને રૂ.૫૦૦ની લાંચના છટકામાં ઝડપી લીધા હતા. આરોપી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવવા તથા નિયત ચેક લીસ્‍ટની વિગતો સામેલ દસ્‍તાવેજ સાથે વેરીફાઇ કરી ટીડીઓ તરફ મોકલવા રૂ.૫૦૦ની માંગણી કર્યાની ફરિયાદ આરોપી વિરૂધ્‍ધ થતાં છટકું ગોઠવવામાં આવેલ.

લાંચની હેટ્રીક અર્થાત ત્રીજુ છટકુ પોલીસ વિરૂધ્‍ધ એસીબીએ ગોઠવેલ જેમાં રૂ.૧૦ હજારની લાંચમાં મહિલા પોલીસ સબઇન્‍સ્‍પેકટર હંસાબા ડી.ગોહિલ તથા પોલીસમેન હાજીભાઇ ગફારભાઇ (બન્‍ને મહિલા પોલીસ સ્‍ટેશન રાજકોટ)ને રાજકોટ એસીબી એકમના મદદની નિયામક શ્રી એ.પી.જાડેજાના માર્ગદર્શનમાં રાજકોટના એસ.બી. પી.આઇ. સી.જે. સુરેજાએ ઝડપી લીધેલ.

ફરિયાદીના મામ વિરૂધ્‍ધ આઇપીસી ૩૭૬ મુજબનો ગુન્‍હો દાખલ થયેલ, જેમાં તપાસમાં હેરાનગતિ ન કરવી, તથા અન્‍ય આરોપીના નામ ન ખોલાવવા મામલે આરોપી નં.૧એ લાંચ માંગી આરોપી નં.૨ને આપવા સૂચવેલ, આમ ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીઓને ઝડપી લેવાયાનું એસીબી સૂત્રો જણાવે છે.

(9:24 pm IST)