Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

હિંમતનગર પંથકમાં વરસડાઇ માહોલ જામ્યો :લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશી છવાઈ

 

સાબરકાંઠાના હિમંતનગર શહેર તથા તાલુકા વિસ્તારમાં થોડા સમયથી વરસાદી માહોલ જામ્યો હતો. લોકો વરસાદ આવે તેની ચાતક નજરે રાહ જોતા હતા. આખરે લગભગ 25 દિવસ જેટલા લાંબા અંતરાલ બાદ વરસાદે આગમન થયુ હતું

 વરસાદને કારણે લોકોમાં આનંદ અને ખુશીની લાગણી વ્યાપી ગઇ હતી. ખેડૂતોમાંતો ખુશી ચરમ પર હતી. કેમકે તેમના માટે ખુબજ રાહતના સમાચાર છે. પંથકના ઘણા વિસ્તારોને વરસાદે તરબતર કરી દીધા હતા.

(8:55 pm IST)