Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વલસાડથી અમદાવાદ વચ્ચે હાઈવે ઉપર લૂંટ ચલાવતી ડફેર ગેંગ ઝડપાઇ :ચાર આરોપીઓ પકડાયા

કરજણ પોલીસ અને એસ.ઓ.જીએ છ મોબાઈલ અને રોકડ સહીત 1,58 લાખનો મુદ્દમાલ કર્યો જપ્ત

 

વલસાડથી અમદાવાદ વચ્ચે હાઈવે ઉપર લૂંટ ચલાવતી ગેંગ પોલીસનાં હાથે ઝડપાઈ ગઈ છે. ડફેર ગેંગના સભ્યો કારમાં ફરતા અને એકલા જણાતા ડ્રાયવરોને માર મારી લૂંટ ચલાવતા હોવાનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. કરજણ પોલીસ અને એસઓજીએ કુલ 4 શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    કરજણ પોલીસ અને એસ..જીએ વાહન ચેકીંગ દરમિયાન ઈકો કારમાંથી અમદાવાદથી વલસાડ સુધી વાહનના ડ્રાઈવરોને માર મારી લૂંટ ચલાવતી ડફેર ગેંગનાં 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 6 મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,58,460 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ગેંગ ગત તારીખ 11 ઓગસ્ટના રોજ પાલેજકરજણ વચ્ચે આવેલા દેથાણ ગામ પાસે ટ્રક ચાલકને મારમારી લૂંટના ગુનામાં સંડોવાયા હોવાની પણ આશંકા છે.

(8:55 pm IST)