Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ગોધરા પંથકમાં ધીમીધારે વરસાદ :વાતાવરણમાં ઠંડક :ધરતીપુત્રોમાં ખુશીની લહેર

ગોધરા સહિત પંથકમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. એક મહિના જેટલા સમયના વિરામ બાદ મેઘના આગમનથી લોકોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

    વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં ખુશીની લહેર ચરમ સીમા પર જોવા મળી હતી. ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ લંબાતા તેમની ચિંતામાં વધારો થયો હતો પરંતું મેધરાજાના આગમન બાદ નિષ્ફળતાને આરે વરસાદી પાકને જીવતદાન મળ્યું છે.

(8:27 pm IST)