Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ભરૂચના પાલેજ નજીક નેશનલ હાઇવે-48 પર બે ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકને ઇજા

ભરૂચ:જિલ્લાનાં પાલેજ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર સી.એન.જી. પંપ સામે ગતરાત્રિના સમયે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઇવે 48 ઉપર પાલેજ નજીક સી એન જી પંપ સામે અમદાવાદ તરફથી લોખંડના પાટા ભરીને આવી રહેલી ટ્રક નંબર GJ-12, AZ-3284 વચ્ચેના ટ્રેક ઉપરથી સાઇડના ટ્રેક તરફ આવી હતી. તેવામાં મુંબઇથી અમદાવાદ તરફ પરચુરણ સામાન ભરીને જઇ રહેલી ટ્રક નંબર MH- 48 AG 3555 પાછળથી લોખંડના પાટા ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ટ્રકના કેબીનના ભાગનો ખુરદો બોલી ગયો હતો. જ્યારે ટ્રકના ચાલકનો સામાન્ય ઇજા સાથે આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે લોખંડના પાટા ભરેલી ટ્રકને પાછળના ભાગે નજીવું નુકસાન થયું હતું. આ લખાઇ રહ્યું છે ત્યારે હજુ સુધી પોલીસ ફરિયાદ થઇ નથી

 

(5:43 pm IST)