Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અમદાવદમાં રિક્ષામાં ચોરી કરવા આવેલ ગઠિયાને સ્થાનિકોએ રંગે હાથે ઝડપ્યા

અમદાવાદ: શહેરના નાના ચિલોડા વિસ્તારમાં આવેલ પૂજન બંગલોઝમાં મોડી રાતે કારની ચોરી કરવા માટે આવેલી ચોર ટોળકી પૈકી એક ચોકને સ્થાનિકોએ રંગેહાથ ઝડપી લીધો હતો. કારનો કાચ તોડીને ચોર ડ્રાઇવર સીટ પર બેઠો હતો.

ત્યારે અચાનક કારનું બઝર વાગતાં સ્થાનિકો ઊઠીને દોડી આવ્યા હતા અને ચોરને રંગે હાથ ઝડપી લીધો હતો. કારમાંથી ઊતરીને ચોર ભાગે તે પહેલાં સ્થાનિકોએ તેને ઘેરી લીઘો હતો અને ત્યારબાદ તેને ઢોર માર મારીને પોલીસના હવાલે કર્યો હતો. જોકે રિક્ષામાં બેઠેલા તેના ત્રણ સાગરિતો નાસી છૂટ્યા હતા.

નાના ચિલોડા વિસ્તારમાં આવેલા પૂજન બંગલોઝ નંબર ૧૩માં રહેતા ધર્મેશભાઇ રણછોડભાઇ કોષ્ટીએ નરોડા પોલીસ સ્ટેશનમાં તેજેન્દ્ર વીરસિંગ તોમર નામના યુવક વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ કરી છે. ગઇ કાલે મોડી રાતેધર્મેશભાઇ સુતા હતા ત્યારે તેમની મારુતિ અર્ટિગા કારનું બઝર એકદમ વાગવા લાગ્યું હતું.

 

(5:43 pm IST)