Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અમદાવાદના ગોતામાં હનુમાનજીના આશ્રમમાંથી ગાંજો વેચનાર સાધુ પિતા-પુત્રને પોલીસે દબોચ્યા

અમદાવાદ: ગોતા-ઓગણજ રોડ પર આવેલા બોલબાલા હનુમાન આશ્રમમાંથી સોલા પોલીસે બે કિલો ગાંજા સાથે બે સાધુ સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી છે. પોલીસે બે કિલો ગાંજો, બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સોલા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીને બાતમી મળી હતી કે ગોતાના ઓગણજ ગામમાં જતાં બોલબાલા હનુમાનજીના આશ્રમમાં બે સાધુ ગાંજો વેચી રહ્યા છે, જેના આધારે ગઇ કાલે સાંજે ડી સ્ટાફ પીએસઆઇ ગોસ્વામીની ટીમે આશ્રમમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમ્યાન પોલીસે મહેન્દ્રભાઇ નરસીભાઇ સાધુ, દશરથ મહેન્દ્રભાઇ સાધુ બંને (રહે. બોલબાલા હનુમાન આશ્રમ, ગોતા) અને સંજય ત્રિવેદી (રહે. પંડ્યા પોળ, મહેમદાવાદ)ને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય પાસેથી આશરે બે કિલો જેટલો ગાંજો કબજે કર્યો હતો.

(5:42 pm IST)