Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અંબાજીમાં મંદિરને સુવર્ણ બનાવવા દાતાઓએ વધુ બે કિલો સોનુ આપ્યું

અંબાજી:શકિતપીઠ અંબાજી માતાના મંદિરને સુવર્ણ બનાવવા માટે દાતાઓ દ્વારા સોનાના દાનની અવિરત સરવાણી વહી રહી છે ત્યારે સંપૂર્ણ મંદિર સુવર્ણમય યોજના અંતર્ગત મંદિર ટ્રસ્ટ દ્વારા ૬૧.૪૫ લાખની કિંમતનું વધુ બે કિલો સોનું ખરીદવામાં આવ્યું છે.   દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો સોનાનું દાન દેશ, વિદેસથી બેઠા બેઠા કરી સકે તે માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અંબાજી શાખામાં બે ખાતાઓ ખોલાવવામાં આવ્યા છે. જે  અંતર્ગત અત્યાર સુધીમાં ૨૯ કિલો ૫૨૫ ગ્રામ સોનું એકઠું થયું હતું. 
જે ભારત સરકારના એમએમટીસી, લીમીટેડ, અમદાવાદમાંથી દાતાઓ દ્વારા પ્રાપ્ત થયેલા સોનામાંથી બે કિલો સોનું ખરીદવામાં આવ્યું  છે. જેની કિંમત રૃા. ૬૧.૪૫ લાખ થાય છે  મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરીમાં અત્યાર સુધી ૧૩૮ કિલો ૭૪૧ ગ્રામ સોનું વાપરવામાં  આવ્યું છે અને અત્યાર સુધી ૬૦.૫ ફૂટ સુધી કામગીરી પૂર્ણ થઇ છે અને હવે ટુંક સમયમાં મંદિર સંપુર્ણપણે સુવર્ણમય બની જશે.  

(5:41 pm IST)