Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ઉચ્છલના નારણપુરામાં રોલર પાછળ કામ કરતા મજુર પર રોલર ચઢી જતા ગંભીર રીતે ઇજા

વ્યારા:ઉચ્છલના નારણપુર ગામે ને.હા. નં. ૫૩ પર સમારકામ વખતે રોલર પાછળ કામ કરતા મજૂર ઉપર રીવર્સમાં આવતું રોલર ચઢી જતાં કમ્મરથી નીચેના ભાગ સુધી ગ ંભીર રીતે ઘવાઇ મજુરનું  મોત થયું હતું.

ડોલવણ તાલુકાના પીઠાદરા ગામે પટેલ ફળિયામાં રહેતા હરીશભાઇ કિરણભાઇ ગામીતના બે બાળકો  ધો. ૮ અને ૯માં અભ્યાસ કરે છે. મોંઘવારીમાં પરિવારનો જીવન નિર્વાહ  ચલાવવું મુશ્કેલ હોવાથી ખેતીનું કામ પતતા તેઓ મજુરી કામે પણ જતા હતા. હાલ વરસાદને કારણે હાઇવે પર ઠેર-ઠેર ખાડા પડયા છે. તંત્ર દ્વારા તેનું સમારકામ શરૃ કરાયું છે. ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે નેશનલ હાઇવે નં. ૫૩ પર ડામરથી ખાડા પુરી તેના ઉપર રોલર ફેરવવાની કામગીરી ચાલે છે.

હરીશભાઇ ગામીત પણ પીઠાદરા ગામમાંથી જતા મજૂરો સાથે  કોન્ટ્રાકટ હેઠળ ચાલતા કામે મજુરી કરવા ગયો હતો. ગતરોજ નારણપુર ગામે  સોનગઢથી નવાપુર જતા હાઇવે ઉપર ખાડા પૂરવાની કામગીરી ચાલતી હતી. જે દરમ્યાન રોડ રોલર (નં. જીજે-૨૧-એમ- ૪૨૬૮)ના ચાલકે પાછળ જોયા વગર ગફલતભરી રીતે રોલર હંકારતા પાછળના ભાગે કામ કરતા હરીશભાઇ ગામીતના ઉપર રોલર ચઢી ગ યું હતું.

(5:40 pm IST)