Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વડોદરામાં એમ.એસ.યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં ઈયળ નીકળતા અરેરાટી

વડોદરા:એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં આવેલા એસ ડી હોલની મેસમાં વિદ્યાર્થિનીઓને પીરસવામાં આવેલા ભોજનમાં ઈયળ નિકળતા હોબાળો મચી ગયો હતો.

ભોજનમાં ઈયળ સાથેના ફોટોગ્રાફ વિદ્યાર્થિનીએ સોશ્યલ મીડિયા પર ફરતા કરતા ચૂંટણી પ્રચારમાં સક્રિય વિદ્યાર્થી સંગઠનો પણ એક્શનમાં આવી ગયા હતા.વિદ્યાર્થિનીએ ફોટોગ્રાફ સાથે લખ્યુ હતુ કે હોસ્ટેલમાં સ્ટુડન્ટસ આ પ્રકારનુ ભોજન ખાય છે.હોસ્ટેલમાં કોઈ પણ પ્રકારની સ્વચ્છતા પણ જળવાતી નથી.આ પ્રકારના ભોજનના કારણે રોજ સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પેટમાં દુખાવાની ફરિયાદ પણ કરતી હોય છે.

આ ઘટના બાદ કોર્પોરેશનનુ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યુ હતુ.આરોગ્ય વિભાગની ટીમે મેસમાંથી નમૂના લીધા હતા

(5:39 pm IST)