Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વાયગ્રા લઇ સૂતા યુવકના પેનિસ પર બાળકે માર્યો કૂદકો અને થઇ ગયું ફેકચર

સુરત, તા. ૧૬ : વાયગ્રા લઈને સૂઈ રહેલા એક બાપના ઉત્તેજિત અવસ્‍થામાં રહેલા લિંગ પર તેના જ દીકરાએ કૂદકો મારતા લિંગ ફ્રેક્‍ચર થઈ ગયું હોવાની એક ચોંકાવનારી દ્યટના સામે આવી છે. આ દ્યટનાનો ઉલ્લેખ એક પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં થયો છે. આ કેસનું વર્ણન દર્દીની સારવાર કરનારા ડોક્‍ટરે કર્યું છે, અને આ દર્દી બીજા ક્‍યાંયનો નહીં, પરંતુ ઉત્તર પ્રદેશનો નિવાસી હતો.

બાળકની મસ્‍તીનો ભોગ બનેલા ૩૬ વર્ષના બાપનું નામ નથી જણાવાયું, પરંતુ એટલું ચોક્કસ કહેવાયું છે કે આ દ્યટના બન્‍યાના બે દિવસ પછી કમનસીબ બાપથી દુ;ખાવો સહન ન થતાં તે ડોક્‍ટર પાસે દોડી ગયો હતો. ડોક્‍ટર પણ તેનું સૂઝી ગયેલું અને બેડોળ બની ગયેલું પેનિસ જોઈને અચંબામાં પડી ગયા હતા.

ડોક્‍ટરોને તપાસમાં ખબર પડી હતી કે, ૩૬ વર્ષના આ યુવકે તેની સાથે આ થયું તેની રાતે sildenafil નામની દવા કે જેને વાયગ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ૧૦૦mgનો ડોઝ લીધો હતો. દવાની અસરને કારણે સેક્‍સ કરી લીધા બાદ પણ તેના લિંગમાંથી ઉત્તેજના ગઈ નહોતી. તેણે હસ્‍તમૈથુન પણ કર્યું, જોકે તેનાથી પણ તેનું પેનિસ નોર્મલ શેપમાં આવી નહોતું શક્‍યું.

સવાર સુધીમાં બધું બરાબર થઈ જશે તેવું માનીને આ યુવક સૂઈ ગયો હતો. જોકે, તે સૂઈ રહ્યો હતો ત્‍યારે તેના બાળકે અજાણતા તેના ઉત્તેજીત અવસ્‍થામાં રહેલા પેનિસ પર જોરથી કૂદકો માર્યો હતો. બ્રિટિશ મેડિકલ જર્નલ કેસ રિપોર્ટ્‍સના અહેવાલ અનુસાર, બાળક લિંગ પર કૂદતા યુવકને ભયાનક દુઃખાવો ઉપડ્‍યો હતો, અને પેનિસમાં ઈન્‍ટરનલ બ્‍લિડિંગ થયું હતું.

પેનિસમાં ફ્રેક્‍ચર થઈ જતાં યુવકને એટલી બધી પીડા થઈ હતી કે તેની આંખમાંથી આંસુ આવી ગયા હતા, પરંતુ શરમનો માર્યો તે બે દિવસ સુધી કોઈને તેના વિશે કંઈ કહી પણ નહોતો શક્‍યો. આખરે દુ;ખાવો સહન ન થતાં, અને લિંગ ભયાનક રીતે સૂઝી જતાં તે ન છૂટકે ડાઙ્ઘક્‍ટર પાસે ગયો હતો. ડોક્‍ટરોએ તપાસ કરીને તેના પેનિસમાં ફ્રેક્‍ચર થયું હોવાનું નિદાન કર્યું હતું.

લિંગમાં સ્‍પંજ જેવા ટિશ્‍યૂ હોય છે. જેમાં ઉત્તેજીત અવસ્‍થામાં બ્‍લડ ભરાવાના કારણે લિંગની સાઈઝ વધી જાય છે, તેમજ તે કડક પણ બને છે. જો પેનિસ ઉત્તેજીત અવસ્‍થામાં હોય ત્‍યારે સેક્‍સ કરતી વખતે કે પછી બીજી કોઈ રીતે કોઈ વસ્‍તુ તેની સાથે જોરથી અથડાય તો આ ટિશ્‍યૂ ફાટી શકે છે, જેને પેનિસ ફ્રેક્‍ચર તરીકે ઓળખવામાં આવે છે, અને તેનો ભોગ બનેલાને ભયાનક પીડા થાય છે.

આ દર્દીની સારવાર કરનારા ડાઙ્ઘ. દીપાંશુ શર્માના જણાવ્‍યા અનુસાર, ટ્રીટમેન્‍ટના છ સપ્તાહ પછી દર્દી નોર્મલ થઈ ગયો હતો. ફ્રેક્‍ચરને કારણે તેનું લિંગ રિંગણ જેવું થઈ ગયું હતું, પરંતુ થોડા સમય પછી તેનો આકાર પણ સામાન્‍ય થઈ ગયો હતો. ડોક્‍ટરનું એવું પણ કહેવું છે કે, ૫૦ ટકા જેટલા કેસમાં તો આવી ઈજા થાય ત્‍યારે ટકાકો ફૂટ્‍યો હોય તેવો અવાજ પણ સંભળાય છે. દુનિયાભરમાં વર્ષે ૧૬ લોકો પેનિસ ફ્રેક્‍ચરનો ભોગ બને છે. શક્‍ય છે કે દ્યણા કેસોની તો નોંધ પણ નહીં લેવાતી હોય.

 

(4:34 pm IST)