Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

દમણના દરિયામાં નાહવા પડેલા ચાર યુવકો તણાયા : બે ના મોત ;બે ને બચાવી લેવાયા

દમણના દરિયામાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબયાં હતા જેમાં બે યુવકના ડૂબી જવાથી મોત થયા છે. દરિયાના પ્રવાહમાં તણાયેલા ચારેય યુવકો મૂળ ઓરિસ્સાના છે અને તેઓ દમણના જીઆઇડીસીમાં કામ કરતા હતા.

  યુવકોને ડૂબતા જોઇને સ્થાનિકો દોડી ગયા હતા. જેમાં ચારમાંથી 2 યુવકને બચાવી લેવાયા હતા. દમણ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલ બંને યુવાનોની લાશને પીએમ માટે દમણ સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામા આવી છે.

(12:39 am IST)