Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અમદાવાદના સરદારનગરમાં ફાયરિંગ કેસના બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા

આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ અને એક ફૂટેલ કારતુસ કબ્જે

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી છે ગત 14 ઓગષ્ટના રોજ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિ નામના વ્યકિત સાથે મનિષ અને અજય નામના બન્ને આરોપીઓએ ઝગડો કરી અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.

   ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે બન્ને આરોપીઓની દાસ્તાન સર્કલ નજીકથી ધરપકડ કરી છે. તેમની પાસેથી એક પિસ્ટલ અને ચાર જીવતા અને એક ફુટેલ કારતુસ પણ કબ્જે કર્યા છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે પહેલેથી જ જૂની અદાવત ચાલી રહી હતી

   પોલીસના કહેવા પ્રમાણે આરોપી અજયને ફરિયાદી પક્ષે માર માર્યો હતો. અજય ત્યારબાદ બદલો લેવા અને ફરિયાદીને ડરાવવા માટે એમ.પીથી 25 હજારમાં હથિયાર લઈ આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે બંન્ને આરોપીઓને પકડી એરપોર્ટ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે. આ હથિયાર કોની પાસેથી લઈ આવ્યા હતા તે માટે કાર્યવાહી કરી રહી છે.

(12:38 am IST)