Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત : કાલે પરિણામ જાહેર

સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર મુકાશે : result.gseb.org પર જોવા મળશે પરિણામ

અમદાવાદ : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે. આવતીકાલે સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે. આ પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર મુકાશે. વિદ્યાર્થીઓનું પરિણામ સ્કૂલના ઈંડેક્સ નંબર અને પાસવર્ડથી લોગિન કરી ડાઉનલોડ કરી શકાશે.

રાજ્યસરકારે 12 સાયન્સના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ધોરણ 12નું પરિણામમાં ધોરણ 10ના પરિણામના 50 માર્ક્સ, ધોરણ 11ના 25 માર્કસ, તેમજ ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે.

પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને પોતાની માર્કશીટ તેમજ અન્ય સર્ટિફિકેટ માટે આગામી સમયમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓને પોતાના પરિણામમાં આ અસંતોષ હોય તો 15 દિવસની અંદર ગાંધીનગર શિક્ષણ કચેરી ખાતે જવાનું રહેશે.

(8:48 pm IST)