Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

અમદાવાદના ઓઢવમાં રસ્તાઓ પર ગટરોની ચેમ્બર ઢાંકણા વગર જ હોવાથી વાહનચાલકોને હાલાકી

અમદાવાદ: શહેરનાઓઢવ વોર્ડમાં મોટાભાગના રસ્તાઓ પર રોડ લાઇનની ગટરોની ચેમ્બર તૂટેલી પડેલી છે. ઢાંકણા જ ન હોવાના કારણે રાહદારી , વાહનચાલક  તેમાં પડવાની ભીતિ સેવાઇ રહી છે.

છોટાલાલની ચાલી, સીએમસી, અજિત મીલ, ઓઢવ ગામ, ભિક્ષૃક ગૃહ, ઓઢવ બ્રિજ, વેપારી મહામંડળવાળો રોડ તમામ જગ્યાએ રોડ સાઇડની ગટરોની ચેમ્બરો તૂટેલી છે. વરસાદમાં પાણી ભરાઇ જવાની સ્થિતિમાં અકસ્માતે બાળક તેમાં ઉતરી જવાની શક્યતા રહેલી છે.આ ચેમ્બરે રોડની સાઇડમાં આવેલી હોવાથી અકસ્માતની વધુ શક્યતા રહેલી છે. મ્યુનિ.તંત્ર દ્વારા તમામ ચેમ્બરોના ઢાંકણા નવા નાંખવામાં આવે ેતવી માંગણી ઉઠી છે.

 

(5:09 pm IST)