Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વડોદરા: ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા: ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચોરી અને ચીલઝડપના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. પ્રતિદિન ચોરી અને ચિલ ઝડપની ઘટનાઓ સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ત્યારે ગઇકાલે વધુ એક પોલીસ કામગીરીને પડકાર ફેંકતી ઘટના સામે આવી છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન અજાણ્યો ગઠિયો મહિલાના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર તોડી નાસી છૂટયો હતો.

આ અંગેની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મહારાષ્ટ્ર ખાતે રહેતા સંગીતાબેન ચૌધરી પુનાથી ફાલના જવા માટે મૈસુર અજમેર એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ ચારમાં મુસાફરી કરી રહ્યા હતા દરમિયાન તેઓ નિદ્રાધીન અવસ્થામાં હતા તે સમયે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી હતી ત્યારે અજાણ્યો શખ્સ સંગીતાબેનના ગળામાં પહેરેલું  દોઢ તોલાની સોનાનું મંગળસૂત્ર અને ત્રણ તોલાની સોનાની ચેન ખેંચી નાસી છૂટયો હતો. વડોદરા રેલવે પોલીસે રૂપિયા 1.40 લાખની કિંમતના ઘરેણાની લૂંટ કરનાર આરોપી વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:07 pm IST)