Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ બુધવારે યોજાશે

કુલ ૩૦૩૬ર વિદ્યાર્થીઓને પદવી એનાયત થશેઃ પ૪ ગોલ્ડમેડલ આપવામાં આવશે : મંત્રીશ્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જવાહરભાઇ ચાવડા, વિભાવરીને દવે તથા પ્રસિધ્ધ ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી) ઉપસ્થિત રહેશે : -કોવિડ ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રીવેદીના નેજા હેઠળ તડામાર તૈયારી

જુનાગઢ તા. ૧૬ : ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને તા.ર૧ ને બુધવારના રોજ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢનો સૌપ્રથમ પદવીદાન સમારંભ યોજવામાં આવનાર છે.

જેમાં ૩૦૩૧ર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. જેમાં પ૪ વિદ્યાર્થીઓને ફર્સ્ટ રેન્કરૂપે ગોલ્ડ મેડલ આપવામાં આવશે.

ગુજરાત રાજયના કેબિનેટ મંત્રીશ્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જવાહરભાઇ ચાવડા તથા રાજય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે.

ઉપરાંત પ્રસિધ્ધ ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી) પણ આર્શિવદન આપવા ઉપસ્થિત રહેશે.

કોવિડ ગાઇડ લાઇન્સના ચુસ્ત પાલન સાથે કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરીયમ ખાતે યોજાનાર આ પદવીદાન સમારંભની તડામાર તૈયારી ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. ચેતનભાઇ ત્રિવેદીના નેજા હેઠળ ચાલી રહી છે.

આ સમારંભ ઓફલાઇન તથા ઓનલાઇન (બ્લેન્ડડેડમોડ) બન્ને રીતે યોજવામાં આવશે.

(4:31 pm IST)