Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

મેઘરાજાને મનાવવા નવસારી જીલ્લાના વાસંદા તાલુકાની 90 ટકા આદિવાસી વસ્‍તીવાળા લોકો નારણદેવની પુજા કરે છેઃ પુરૂષો પગમાં ઘુંઘરૂ બાંધીને નાચે છે અને ધુણે છે

નવસારી: આદિવાસી સમાજ ખેતી ઉપર નિર્ભર હોય છે ત્યારે ચાલુ વર્ષે વરસાદ ન પડતા વાંસદા તાલુકાના વાંગણ ગામે આદિવાસી પરંપરા મુજબ નારણદેવની પૂજા કરવામાં આવી છે. ત્યારે આ પૂજા કરવાથી વરસાદ આવે છે એવી આદિવાસી સમાજમાં માનતા છે.

નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો 9૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે. ત્યારે ચોમાસાની સીઝન ચાલુ હોય તેમ છતાં વરસાદ ના આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ત્યારે આદિવાસી સમાજમા વરસાદ ન આવતા નારણદેવની પૂજા કરવાની પરંપરા છે.

વાંગણ ગામે પણ ગામલોકોએ ફાળો એકત્ર કરી નારણદેવની પૂજા કરવામાં આવી હતી. આદિવાસી સમાજમાં આ પૂજા વર્ષોથી બાપ દાદાના સમયથી કરવામાં આવતી હોય છે.

નારણદેવની પૂજા કરવાથી વરસાદ સારો આવવાની પણ આદિવાસીઓમાં માનતા છે. આ પૂજામાં માણસો પગમાં ઘૂઘરૂં બાંધીને નાચગાન કરે છે. તેમજ પુરુષો ધૂણતા પણ હોય છે.

નારણદેવની પૂજા રાત્રિના સમયમાં કરવામાં આવે છે. લગભગ ૨૪ કલાક જેટલો સમય આ પૂજા ચાલુ રહે છે. ત્યારે આજે પણ આદિવાસીઓની પરંપરા ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત છે.

(4:26 pm IST)