Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વેધર વોચર કેન્નીનું ટ્વીટર

૧૯ કે ૨૦ જુલાઈથી ચોમાસુ ધમધોકાર જામશેઃ ગુજરાત અને મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી

ઉત્તર ભારતના રાજયોમાં પણ આવતા બે અઠવાડીયા સુધી બેસૂમાર વરસશે

તા.૧૭-૧૮ જુલાઈથી ૩ ઓગષ્ટ વચ્ચે ઉત્તર ભારતમાં પૂરની સ્થિતિ સર્જાય તેવો ભારે વરસાદ પડવાની આગાહી જાણીતા વેધર વોચર કેન્નીએ  કરી છે. આ સમયગાળા દરિયાન ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં ધમધોકાર વરસાદ પડવાની પૂરી સંભાવના છે. વેધર વોચર કેન્ની તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવે છે કે પશ્ચિમના સાગરકાંઠે ૧૭, ૧૮, ૧૯ સુધી ચોમાસું હળવું પડયા પછી હવે ૧૯ અથવા ૨૦ જુલાઈથી ફરી ધમધોકાર ચોમાસુ જામી જશે. ૧૯ જુલાઈ પછી ખાસ કરીને મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે.

(11:40 am IST)