Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ વાય,આર.જાડેજા અને પીએસઆઇ કે,સી,પટેલ અને ડી સ્ટાફના તમામ જવાનોને સસ્પેન્ડ કરાયા

અમદાવાદમાં મસમોટી મનપસંદ જુગાર ક્લબમાં દરોડામાં 180થી વધુ જુગારીઓ લાખોની રોકડ સાથે ઝડપાયાના પ્રકરણના ઘેરા પડઘા

અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ વાય આર જાડેજા ડી સ્ટાફ પીએસઆઇ કે.સી.પટેલ અને ડી સ્ટાફના તમામ જવાનોને  સસ્પેન્ડ કરાયા છે

તાજેતરમાં મસમોટી મનપસંદ જુગાર કલબ પ્રકરણમાં દરોડો પડતા 180 થી વધારે જુગારીઓને લાખોની રોકડ સાથે પકડ્યા તા જેનાથી પોલીસની કામગીરીમાં બેદરકારી સબબ આ મોટી કાર્યવાહી કરાઈ છે
ડીજી આશીષ ભાટિયાએ આકરી કાર્યવાહી કરતા ફરજમાં બેદરકારી દાખવનાર દરિયાપુર પોલીસને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર ગુજરાત પોલીસમાં ચકચાર જાગી છે

(11:05 pm IST)