Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

નર્મદા જિલ્લામાં રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના પ્રથમ દિવસે કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બની નથી.

ધોરણ-૧૦ (SSC) ના અંગ્રેજી વિષય (જુના) માં તમામ ૧૦ વિદ્યાર્થીઓ હાજર : ધોરણ-૧૨ (HSC) સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિષયમાં ૨૭ વિધાર્થીઓ હાજર : ૪ ની ગેરહાજરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ-૧૦(SSC) અને ધોરણ-૧૨(HSC) ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની જાહેર પરીક્ષાઓનો આજે નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે.  

 જિલ્લા  શિક્ષણાધિકારીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્તા થયેલા અહેવાલ મુજબ આજે તા.૧૫ મી જુલાઇ, ૨૦૨૧ ના રોજ પ્રથમ દિવસે સવારે ધોરણ- ૧૦ માં ગુજરાતી વિષયની પરીક્ષા માટે નોંધાયેલા કુલ-૮૩૭ વિદ્યાર્થીઓ પૈકી ૭૨૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૦૯ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં. તેમજ અંગ્રેજી વિષયની પરીક્ષા માટે નોંધાયેલા તમામે તમામ ૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાં એક પણ વિદ્યાર્થી ગેરહાજર રહેલ નથી.

   તેવી જ રીતે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ-૩૧ વિદ્યાર્થીઓ પૈકી ૨૭ ની હાજરી અને ૦૪ વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.
  જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલે સવારે રાજપીપલા ની શ્રી નવદુર્ગા હાઇસ્કૂલ, આદર્શ નિવાસી શાળા અને શ્રી એમ.આર.વિદ્યાલય ખાતેના પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઇ પરીક્ષા સંચાલનની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.આજની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના નોંધાયેલ નથી

(10:17 pm IST)