Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

રાજ્યમાં માસ્ક નહિ પહેરનાર સામે આડેધડ દંડ વસૂલાતના વિરોધમાં એનસીપી આપશે આવેદન

દરેક જિલ્લા-તાલુકા-શહેરમાં એકજ સમયે આવેદન પત્રો આપવામાં આવશે

 

અમદાવાદ : કાલે NCP ગુજરાત પ્રદેશ આગેવાન નિકુલસિંહ તોમર અને પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલની ખાસ ઉપસ્થિતિમાં સરકાર દ્વારા જનતા પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ આડેધડ દંડ વસુલાતનાં વિરોધમાં તેમજ ટ્રાફિક નિયમનને લગતી અન્ય બાબતોના વિરોધમાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બપોરના 3:00 કલાકે ગુજરાત NCP આવેદન પત્ર આપશે અને સમગ્ર ગુજરાતનાં દરેક જિલ્લા-તાલુકા-શહેરમાં એકજ સમયે આવેદન પત્રો આપવામાં આવશે અને જાહેર રોડ પર જનતાને માસ્કનું વિતરણ કરી પ્રજામાં જાગૃતતા ફેલાવાનો પ્રયાસ NCP ગુજરાત તરફથી કરવામાં આવશે.

(12:17 am IST)