Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

નર્મદા જિલ્લામાં કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા : બે દર્દીઓ સાજા થતા કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

ચકાસણી માટે મોકલેલ ૬૨ સેમ્પલ માંથી ૩ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો પણ બાકાત નથી નર્મદા જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અનલોકની શરૂઆત માં નર્મદા માં કેવડિયા ના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ છુટા છવાયા જિલ્લા માં કોરોનાના કેસો નોંધાઇ રહ્યા હતા ત્યારબાદ ગતરોજ રાજપીપલા શહેર માં એકસાથે ૫ કેસ નોંધાતા લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો આજે વધુ ૩ કેસ નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ નોંધાયા છે.

 

          ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૬૨ સેમ્પલ માંથી ૩ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં એક દર્દી તિલકવાળાના ચામડિયા ધોધનો ૫૦ વર્ષીય પુરુષ એક રાજપીપળાના વડિયા પેલેસના ૫૧ વર્ષીય પુરુષ તેમજ એક દર્દી મયાસી ગામના ૩૨ વર્ષીય પુરુષ નો સમાવેશ થાય છે.
સાથેજ નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોનાના ૨૮ દર્દી માંથી બે દર્દી સુરત અને ત્રણ દર્દી વડોદરા રીફર કરતા ૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે નર્મદા જિલ્લામાં આજદિન સુધી ૯૮ દર્દીઓ સજા થતા રજા અપાઈ છે નર્મદા જિલ્લામાં આજદિન સુધી કુલ ૧૨૩ કોરોના દર્દી નોંધાયા છે તેમજ કોરોનાના કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી આજે વધુ ૩૧ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા છે.

(11:35 pm IST)