Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

નર્મદા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રાજપીપળામાં 5 ટિમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોરોના રેપીડ ટેસ્ટ શરૂ

પ્રથમ દિવસે જ 100 જેવા કોરોના રેપીડ ટેસ્ટ કરાયા: નવા ફળીયા,કચ્છીયાવાડ,મોટા માલીવાડ, ભાટવાડા,સિંધીવાડ આરબ ટેકરા સાથે રાજેન્દ્ર નગર સોસાયટી,આદિત્ય-૧ અને ૨ ને પણ આવરી લેવાશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યા હોય આરોગ્ય વિભાગ સતત દોડતું આવ્યું છે પરંતું અમુક વિસ્તારો માં તાજેતર માજ પોઝીટીવ કેસ વધ્યા હોવાનું સામે આવતા આ બાબતે ચિંતિત આરોગ્ય વિભાગના એપેડમિક ઓફિસર ડો.કશ્યપના માર્ગદર્શન હેઠળ ગુરુવારથી પાંચ અલગ અલગ ટિમો બનાવી કોરોના રેપીડ ટેસ્ટ કરવાની શરૂઆત કરી હોય જેમાં પ્રથમ દિવસે રાજપીપળાના નવા ફળીયા, કાછીયા વાડ,મોટા માલીવાડ, ભાટવાડા, સિંધીવાડ આરબ ટેકરા જેવા વિસ્તારો માં આરોગ્ય વિભાગ ના ડો.વલવી સાથે ડો.હિમાંશુ પંચોલી,ડો.ધવલ પટેલ સહિત અન્ય ડોક્ટરો તેમજ લેબોરેટરીની ટિમો એ 100 જેવા લોકોના રેપીડ ટેસ્ટ કર્યા હતા.આ કામગીરી દસ દિવસ જેવી ચાલશે જેમાં અંદાજે એક હજાર જેવા રેપીડ ટેસ્ટ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.આમ કોરોનાના કેસ બાબતે નર્મદા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ટિમો તૈનાત કરી કોરોના બાબતે ખાસ કાળજી લેવાઈ રહી છે
 

(11:32 pm IST)