Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

પંચમહાલનાં પાનમમાં દુર્લભ કેમેલિયોન જોવાયો : લીલોતરી વચ્ચે દેખાશે પણ નહીં

લાભી ગામે લીલા રંગનો અને ચોતરફ આંખો ફેરવી શકતો અને લાંબી જીભથી શિકાર કરતો કેમેલિયોન જોવાયો

પાનમ : પંચમહાલ જીલ્લો પણ પ્રાકૃતિક વન્ય સંપ્રદા ધરાવતો જીલ્લો છે. જીલ્લાનો દક્ષિણ વિસ્તારમા જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય આવેલું છે. જેમાં વિવિધ પ્રાણીઓની પ્રજાતિની સાથે સાથે સરિસૃપો પણ મળી આવે છે. શહેરા તાલુકાનાં પાનમડેમની આસપાસનો વિસ્તારમોટા પ્રમાણમાં પ્રાકૃતિક સંપ્રદાથી ભરપુર છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. ત્યારે એવામાં શહેરાનાં લાભી ગામે એક દુર્લભ કેમેલિયોન જોવા મળ્યો હતો. અહીં આવેલા ડુગંરો પણ પ્રાકૃતિક લીલીછમ હરિયાલીથી છવાઈ ગયા છે.

પાનમના જંગલમાં વિવિધ સરિસૃપો જોવા મળે છે. જેમાં કેમેલિયોન આ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. ડોલતો ડોલતો ચાલતો હોવાનાં કારણે ગ્રામીણ વિસ્તારમાં જેને ડોલન કાચીંડો તરીકે ઓળખે છે. સાથે તેને હાલ કાચીંડો પણ કહેવામાં આવે છે, વૃક્ષ ઉપર તેમજ ઝાડી ઝાંખરામાં આ પ્રકારનો કાચીંડો ખાસ કરીને ચોમાસામાં જોવા મળે છે.

શહેરાનાં લાભી ગામે આ પ્રકારનો કેમેલિયોન જોવા મળ્યો હતો. તેની શારીરીક રચના જોવામાં આવે તેના શરીરનો રંગ લીલો હોય છે અને આંખ ચોતરફ ફરી શકે છે તેનાં કારણે તેનો શિકાર લાબી જીભ કાઢીને પકડી શકે છે. આવા પ્રકારના કાચીંડાઓ સામાન્ય કાચિંડા કરતા અલગ તરી આવે છે અને પંચમહાલ સિવાય પણ જંગલો ધરાવતા જીલ્લાઓમાં જોવા મળે છે.

(11:15 pm IST)