Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

દેડીયાપાડા નવીનગરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જુગાર રમતા પાંચ ને ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના તથા ના.પો.અધિક્ષક રાજપીપળાના માર્ગદર્શન મુજબ દેડીયાપાડા પો.સ્ટે.ના પીએસઆઇ એ.આર.ડામોર તથા સ્ટાફના માણસો દ્વારા બાતમીના આધારે દેડીયાપાડા નવીનગરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળા માં જાહેરમાં કેટલાક વ્યક્તિઓ જુગાર રમતા હોય બાતમીવાળી જગ્યા એ બલરામ ઉર્ફે બલ્લી દેવરામભાઈ રાઠોડ, રાહુલ ઉર્ફે નાનું જયેશ સોલંકી, રામકુમાર દેવરામભાઈ રાઠોડ ,હિતેશભાઇ ચંપકભાઈ વસાવા,પ્રહલાદ ગુલાબસીંગ તડવી તમામ (રહે. દેડિયાપડા,નવીનગરી )ને પકડી તેની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા ૧૦,૫૦૦ તથા દાવ પરના મળી આવેલ રોકડા રૂ.૫૩૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૧૫૦૦ મળી કુલ કિ રૂ.૧૭,૩૦0 ના જુગારના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(11:03 pm IST)