Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

૧૩ વર્ષીય મુકેશને અસહ્ય પીડામાંથી અનલોક કરાયો

મગજના હાડકા અને ગળાને પુર્વવત કરાયું : કોરોનાકાળની વચ્ચે સિવિલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા ૮૦૭ જેટલી નોન કોવિડ સર્જરીની અભૂતપૂર્વ સિદ્ધિ

અમદાવાદ,તા.૧૬ : અમરેલીના રાજુલામાં રહેતા ૧૩ વર્ષીય મુકેશ એક દિવસ સ્કુલમાં રમતા-રમતા   ગયો. ત્યારે તેને મગજના ભાગમાં આંતિરક ગંભીર ઇજા થઇ. જેનો અનુભવ તેને બે-ત્રણ મહિના પછી થયો. એકાએક અસહ્ય પીડા થતા તેના પિતા મહુવા ખાતે વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા.ત્યાંના તબીબોએ ભાવનગરની હોસ્પિટલનો સંદર્ભ આપ્યો. ભાવનગરના તબીબોએ કહ્યું અમદાવાદ સિવિલમાં જશો તો ને તો પીડાનું નિરાકરણ આવી શકશે. લોકડાઉનનો સમયગાળામાં લોકો કોરોનાથી ભયભીત થયેલા હતા. વખતે કોરોનાની મહામારી ટોચ ઉપર હતી.એવામાં મે મહિનામાં મુકેશના પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક આશા બાંધી આવી પહોંચ્યા. અમદાવાદ સિવિલના ઓર્થો સર્જન દ્વારા પણ તેમને નિરાશ કરવામાં આવ્યા.

             મુકેશને હાથ-પગથી કામ કરવામાં તકલીફ પડી રહી હતી.શરીરનો જમણો ભાગ કામ  કરી રહ્યો હોય તેવું મુકેશને અનુભવાઇ રહ્યું હતુ. જેના કારણોસર સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓર્થો સ્પાઈન સર્જન ડૉ. જે.પી.મોદી અને તેમની ટીમ દ્વારા મુકેશની સર્જરી હાથ ધરવામાં આવી.આવી જટીલ સર્જરીમાં ક્યાંય પણ ગફલત થઇ જાય તો ધાતકી સાબિત થતી હોય છે જેને ધ્યાને રાખી સતત કલાક ચાલેલી સર્જરી દરમિયાન અન્ય વિભાગના તબીબી નિષ્ણાંતનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો...આમ સહિયારા પ્રયાસો સાથે લોકડાઉનના કપરા સમયગાળામાં મુકેશને અસહ્યપીડામાંથી અનલોક કરવામાં આવ્યો.મુકેશના પિતા ધીરૂભાઇ કહે છે કે મુકેશની તકલીફના કારણે હું ખુબ ચિંતિત હતો. ખાનગી હોસ્પિટલમાંથી નકારાત્મક જવાબ મળી રહ્યા હતા.

            મુકેશનું નિદાન કેમનું થશે.. તે બધી તકલીફ માંથી કેમનો બહાર આવશે.લોકડાઉનનો સમયગાળો છે જો કોઇ તબીબ મુકેશની સર્જરી નહીં કરે તો મુકેશને તકલીફ વધી તો નહીં જાય ને ..? બધા પ્રશ્નો-મુંઝવણોની વચ્ચે હું સતત જીવી રહ્યો હતો. સિવિલના તબીબોએ મારા બાળકની સફળતાપુર્વક સર્જરી કરીને મને તમામ પ્રકારની મુંઝવણો-ચિંતાઓઅને મુકેશને પીડામાંથી મુક્તિ અપાવી છે.

(9:54 pm IST)