Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ડૉ. રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ “સ્ટાર ઓફ ધી મન્થ” એવોર્ડથી સન્માનિત

કોવિડમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા : સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે

અમદાવાદ,તા.૧૬ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ અને બી.જે.હોસ્પિટલ ખાતે કાર્યરત ડૉક્ટર્સની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે દર મહિને 'સ્ટાર ઑફ ધી મન્થલ્લ એવોર્ડ આપવામાં આવે છે.કોરોનાની મહામારીમાં અભુતપૂર્વ કામગીરી કરનાર ડૉક્ટર્સને બી.જે.મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ દ્વારા વિશેષ સન્માન આપવામાં આવી રહ્યું છે.સતત ૧૨૦ દિવસથી એકપણ દિવસ રજા લીધા વિના કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહેલા ડૉ. રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલને કોવિડ હોસ્પિટલમાં શ્રેષ્ઠ કામગીરી બદલ બી.જે.મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના વોરિયર્સ 'સ્ટાર ઓફ મન્થલ્લનો એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.

            રેસપિરેટરી મેડિસીન વિભાગના વડા ડૉ. રાજેશ સોલંકી અને ઈમરજન્સી મેડિસીન વિભાગના ઈન્ચાર્જ હેડ ડૉ. ચિરાગ પટેલ સતત ૧૪ થી ૧૬ કલાક સુધી કોરોનાના વોર્ડમાં હાજર રહી કરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે. બંન્ને ડોક્ટર્સએ અનેક દર્દીઓની સારવાર કરી છે તેમની નજર સમક્ષ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સારા થઈને ઘરે પરત ફર્યા છે.ડૉ. રાજેશ સોલંકી કહે છે કે, સિવિલ હોસ્પિટલના સૌ ડૉક્ટર્સ અને તમામ સ્ટાફની ટીમવર્કના પરિણામે કોરોનાને નિયંત્રિત કરવામાં અમને સફળતા સાંપડી છે. મારી અનેક દર્દીઓ સાથે એક પ્રકારની આત્મીયતા બંધાઈ ચુકી છે. સ્ટાફ ઑફ ધી મન્થ એવોર્ડનું સન્માન અમારા અન્ય ડૉક્ટર્સ અને રેસિડન્ટ ડૉક્ટર્સ માટે પ્રોત્સાહનરૂપ બની રહે છે.ડૉ. ચિરાગ પટેલ જણાવે છે કે, કોરોનાની મહામારીમાં ટ્રાએજ એરિયાની ડ્યુટી ખૂબ પડકારજનક હોય છે. વિકટ સ્થિતિમાં ફરજ બજાવીને હું પરિપક્વ બન્યો છું. કોવિડ હોસ્પિટલની કામગીરી મારો જીવનપર્યંત અનુભવ રહેશે.હોસ્પિટલ દ્વારા અમારી કામગીરીની નોંધ લઈ અમને સન્માનિત કરવામાં આવ્યા જેને માટે હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું.

(9:53 pm IST)